નવા કે મનગમતા કપડામાં તેલ-મસાલા કે અન્ય કોઈ ડાઘ પડી જાય ત્યારે શું કરવું તે સમજાતું નથી

અમુક ડાઘ ઘણા નુસખાથી જતા નથી. બજારમાં મળતા મોંઘા પાવડર પણ આ ડાઘને કાઢી શકતા નથી

ખાસ કરીને યુનિફોર્મ અથવા લાઈટ કલરના કપડામાં લાગતા શાક-દાળ કે અથાણાના તેલવાળા ડાઘ પૂર્ણપણે નીકળતા નથી

તો આ માટે અમે તમને એક ઘરગથ્થુ ઉપાય સૂચવીએ છીએ, જે તમને ખરેખર પરિણામ આપશે

એક કપ પાણીમાં એક ચમચી બેકિંગ સોડા, એક ચમચી લીંબુનો રસ, થોડું વિનેગર અને થોડું લિક્વિડ ડિટરજન્ટ મેળવી મિક્સ કરો

આ મિક્સને એક સ્પ્રેબોટલમાં ભરી લો. જ્યાં ડાઘ પડ્યો છે ત્યાં આ મિક્સને સ્પ્રે કરો. 

સ્પ્રે નાખ્યા બાદ ટૂથબ્રશની મદદથી ડાઘને ઘસો અને સાફ કરો. આ પ્રકારે અઠવાડિયામાં બે ત્રણ વાર સાફ કરો

તમારા કપડા પરના ડાઘ એકદમ ગાયબ થઈ જશે અને ફરી તે કપડા પહેરી શકશો.

આ પ્રયોગ તમને કેવો લાગ્યો તે અમને ચોકક્સ જણાવજો અને જોતા રહેજો મુંબઈ સમાચાર ડિજિટલ