હાલમાં શોભિતા ધૂલિપાલા અને નાગા ચૈતન્ય પોતાના લગ્નને કારણે ખૂબ જ ચર્ચામાં છે

બંનેએ ચોથી ડિસેમ્બરના લગ્ન કર્યા હતા, અને ત્યારથી જ તેમના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે

લગ્ન બાદ આઠમી ડિસેમ્બરના મોડી રાતે શોભિતા ધૂલિપાલાએ ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે

આ ફોટોમાં ગોલ્ડન સાડીમાં શોભિતાનો રોયલ લૂક જોઈને ફેન્સ તેના પરથી નજરો હટાવી શક્યા નહોતા

શોભિતાએ લગ્નમાં ગોલ્ડન સાડી સાથે હેવી જ્વેલરી પહેરી હતી અને તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે

ગોલ્ડન માંગ ટીકા, માથા પટ્ટી અને હેવી ઝૂમખામાં શોભિતા કોઈ રાજકુમારીથી જરાય ઓછી સુંદર નથી લાગી રહી

આ સિવાય એક્ટ્રેસે ગળામાં ચોકર, બે મોટા નેકલેસ અને હાથમાં પણ સોનાના પાટલાનો સેટ પહેર્યો હતો

શોભિતાનો આ બ્રાઈડલ લૂક 2024ની અત્યાર સુધીના તમામ બ્રાઈડલ લૂકમાંથી બેસ્ટ બ્રાઈડલ લૂક છે

અત્રે ઉલ્લેખનીય છે કે શોભિતાએ લગ્નની કેટલીક રસમના ફોટો પણ શેર કર્યા હતા, જેમાં તે અને નાગા એકદમ એન્જોય કરતાં જોવા મળી રહ્યા છે

શોભિતા અને નાગા ચૈતન્યના ચહેરા પર જીવનના શરૂ થનારા નવા ચેપ્ટરની ખુશી સાફ સાફ ઝલકાઈ રહી છે