...તો દુનિયાને ના મળી હોત  Mercedesની લકઝુરિયસ કાર!

આપણે ત્યાં ખૂબ જ જાણીતી કહેવત છે કે દરેક સફળ પુરૂષની પાછળ એક મહિલાનો હાથ હોય છે

અને દુનિયાની લક્ઝરી કાર બનાવતી કંપની Mercedes માટે તો આ કહેવત 100 ટકા સાચી પડી છે

મર્સિડીઝનો આ થ્રી પોઇન્ટેડ સ્ટાર જેવો લોગો એક મહિલાને કારણે જ આજે દેશ દુનિયામાં ચમકી રહ્યો છે

નહીં તો કદાચ જ આ કંપની અસ્તિત્વમાં આવી હોત, ચાલો આજે તમને આ પાછળની સ્ટોરી જણાવીએ

આ મહિલાનું નામ છે બર્થા રિંગર બેઝ. એવું કહેવાય છે કે બર્થાએ જ પહેલી વખત દુનિયાને કારનો પરિચય કરાવ્યો હતો

બર્થાના પતિ કાર્લ ફ્રેડરિક ઓટો મોબાઇલ ઈન્ડસ્ટ્રીમાં પોતાના વિશેષ યોગદાન માટે જાણીતા છે

જર્મનીમાં જન્મેલા કાર્લ એક ઓટોમોટિવ એન્જિનિયર અને એન્જીન ડિઝાઈનર હતા

1885માં તેમણે પહેલી વખત બેન્ઝ પેટન્ટ મોટર વેગન બનાવી હતી, પરંતુ તેમને એ વાતની ખાતરી નહોતી કે આ કાર રસ્તા પર ઉતરવા તૈયાર છે

પરંતુ કાર્લની પત્ની બર્થાને તેના પર સંપૂર્ણ ભરોસો હતો, એટલે તેને કાર્લની જાણ બહાર જ એક મહત્વનો નિર્ણય લીધો

ત્રણ વર્ષ સુધી જ્યારે કાર્લની આ કાર બજારમાં ના વેચાઈ ત્યારે તે નિરાશ થયા, પણ બર્થા એવું કેમ થયું એ વિચારી રહી હતી

એ સમયે તેને ધ્યાનમાં આવ્યું કે આ કાર નથી વેચાઈ રહી કારણ કે લોકોને તેને કોઈને ચલાવતા નથી જોઈ

બસ આ બાબત ધ્યાનમાં આવતા જ બર્થાએ 1888માં એક સવારે પોતે જ આ કાર ચલાવવાનો નિર્ણય લીધો

કાર્લને જણાવ્યા વિના જ તે પોતાના બંને બેંટોને સાથે લઈને નીકળી પડી એક ઐતિહાસિક યાત્રા પર

કહેવા માટે તો એક મહિલા કાર ચલાવી રહી હતી, પરંતુ એ સમયે કોઈને કલ્પના પણ નહોતી કે તે ભવિષ્યની એક મોટી ઇન્ડસ્ટ્રીનો રસ્તો બનાવી રહી હતી

એ દિવસે બર્થાએ 106 કિલોમીટરની મુસાફરી ખેડી નાખી, લોકો આ જોઈએ ચોંકી ઉઠ્યા અને એક જાણીતી લક્ઝુરિયસ કાર કંપનીનો પાયો નખાયો

આ રીતે બર્થાની એક ઐતિહાસિક યાત્રા અને નિર્ણયે મર્સિડીઝ બેન્ઝ જેવી મોટી કંપની ઊભી કરી દીધી..