દુનિયાના સૌથી નાનો ઈન્ટરનેશનલ બ્રિજ એટલો નાનો છે કે પલકવારમાં તેને પાર કરી શકાય છે, જે બે દેશોને જોડે છે
આ પૂલનું નામ માર્કો છે અને તે સ્પેન અને પોર્ટુગલ એમ બે દેશોને જોડે છે, જેની લંબાઈ 19 ફૂટ જેટલી છે
આ બ્રિજ સ્પેનના એલ માર્કો ગામને પોર્ટુગીઝ વાર્જિયા ગ્રાંડેને દોડે છે
આ એક નાનકડો દેહાતી બ્રિજ છે, જેને વિશ્વના સૌથી નાના ઈન્ટરનેશનલ બ્રિજનો દરજ્જો પ્રાપ્ત છે
19 ફૂટ લાંબો અને 4.7 ફૂટ પહોળો આ એલ માર્કો બ્રિજ લાકડાથી બનાવવામાં આવ્યો છે
આ બ્રિજ પરથી પસાર થતી વખતે તમને લાગશે કે જાણે તમે પશ્ચિમ યુરોપના ગ્રામીણ વિસ્તારની કોઈ નાની નદી પાર કરી રહ્યા છો
પણ હકીકતમાં તમે આ બ્રિજને ક્રોસ કરીને એક દેશમાંથી બીજા દેશમાં પ્રવેશી રહ્યા હોવ છો
આ પુલને પાર કરતાં જ તમે એક દેશમાંથી બીજા દેશમાં તો પહોંચો છો પણ એની સાથે સાથે ટાઈમ પણ બદલાઈ જાય છે
એ સમયમાં આ બ્રિજ સ્પેન અને પોર્ટુગીઝના તસ્કરો વચ્ચે લેવડ દેવડનું માધ્યમ હતું
આ બ્રિજ એટલો નાનો છે કે તેના પર માત્ર પગે કે ટુવ્હીલર વાહન જ ચલાવી શકાય છે
સ્થાનિકોના ઉપયોગ સિવાય આ એક લોકપ્રિય ટુરિસ્ટ અટ્રેક્શન પણ છે જેને જોવા દર વર્ષે હજારો લોકો આવે છે