આજથી શરૂ થતી નવરાત્રીના નવ દિવસ ઘણા ઉપવાસ રાખે છે, જે આધ્યાત્મ અને સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલા છે

તો જો વ્રત રાખ્યું હોય ત્યારે વર્કઆઉટ કરવું કે નહીં તેવો સવાલ તમને થતો હોય તો આ રહ્યો જવાબ

વ્રત રાખતા સમયે તમારું કેલરી ઈનટેક કેટલું છે તે પરથી નક્કી કરી શકાય કે તમારે વર્કઆઉટ કરવું કે નહીં

જે લોકોનું કેલરી ઈનટેક ઓછું હોય તેમણે ઈન્ટેન્સ વર્કઆઉટ ન કરતા હળવી કસરતો કરવી જોઈએ

જો તમારા શરીરમાં કેલરી ઓછી હોય અને તમે વર્કઆઉટ દરમિયાન તેને બર્ન કરી નાખશો તો થાકી જશો

આ સાથે તમે રેગ્યુલર વર્કઆઉટ કરતા હો, તો વ્રત દરમિયાન ડિહાઈડ્રેટ રહેવા માટે પાણી-જયૂસ પીતા રહેજો

તમારી માટે વર્કઆઉટ શક્ય ન હોય તો તમે થોડું ચાલવાનું અને સામાન્ય યોગાસનો પણ કરી શકો 

નવરાત્રીમાં જો તમે ગરબા રમતા હો તો તે તન અને મન બન્નેની કસરત છે અને સાથે ભક્તિ પણ

આ પ્રાથમિક માહિતી છે, તમે તમારા એક્પર્ટની સલાહ અવશ્ય લેજો.