શનિ-મંગળે બનાવ્યો ષડાષ્ટક રાજયોગ, ત્રણ રાશિના જાતકોને પણ થશે બંપર લાભ...
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહનું અલગ અલગ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે
અને આ ગ્રહો સમયાંતરે યુતિ બનાવીને વિવિધ યોગનું નિર્માણ કરે છે
આ યોગની સારી-નરસી અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે, આવો જ એક યોગ હાલમાં બની રહ્યો છે
શનિ હાલમાં પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે આવી પરિસ્થિતિમાં શનિ-મંગળ બંનેની યુતિ થઈને ષડાષ્ટક રાજયોગ બની રહ્યો છે
શનિને જ્યોતિષશાસ્ત્રમાં ન્યાયના દેવતા કહેવાયા છે અને મંગળને ગ્રહોના સેનાપતિ તરીકે લાલ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે
હાલમાં મંગળ કર્ક રાશિમાં તો ન્યાયના દેવતા શનિ કુંભ રાશિમાં બિરાજમાન છે
બંને ગ્રહો જ્યારે એક-બીજાના છઠ્ઠા અને આઠમા ભાવમાં રહે છે ત્યારે ષડાષ્ટક રાજયોગ બને છે
આ ષડાષ્ટક રાજયોગ અમુક રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ રહ્યો છે
, ચાલો જોઈએ કઈ છે આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ
મેષઃ મેષ રાશિના જાતકોને આર્થિક ધનલાભ થઈ રહ્યો છે. આવકના નવા નવા સ્રોત બનશે. વેપારમાં કોઈ નવી નવી યોજના બનાવશો, સ્વાસ્થ્ય સારું રહેશે
તુલાઃ તુલા રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સુધરશે. ખર્ચમાં કમી આવશે, દેવામાંથી રાહત મળશે, રોકાણ કરનારાઓ માટે ઉત્તમ સમય છે
કુંભઃ કુંભ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. સાહસ અને પરાક્રમ પણ વધશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. લાંબા સમયથી અટકી પડેલા કામ પૂરા થશે