ક્રિકેટના ભગવાનને ૫૧મા જન્મદિનની કરોડો શુભેચ્છા

ગ્રેટેસ્ટ-એવર ક્રિકેટર સચિન તેન્ડુલકર આજે 51 વર્ષ પૂરા કરી રહ્યો છે

1989માં કરાચીમાં 16 વર્ષની ઉંમરે ટેસ્ટ રમનાર યંગેસ્ટ ભારતીય ક્રિકેટર બન્યો

24 વર્ષની અદ્દભુત કારકિર્દીમાં અનેક વિશ્વવિકમો તોડ્યા અને અસંખ્ય નવા રેકોર્ડ બનાવ્યા

51વર્ષના માસ્ટર બ્લાસ્ટરની 51 ટેસ્ટ સેન્ચુરીનો વિશ્વવિક્રમ હજી અકબંધ છે

મહાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સર ડોનાલ્ડ બ્રેડમેન પણ સચિનની ટેલન્ટ અને લોકપ્રિયતાથી પ્રભાવિત થયા હતા

માત્ર ચાહકો જ નહીં, વિરાટ કોહલી જેવા મહાન ખેલાડીઓના દિલમાં પણ સચિન એટલે ભગવાન

લિટલ ચેમ્પિયને ટેસ્ટમાં 15,921 અને વન-ડેમાં 18,426 રન બનાવ્યા હતા

200 ટેસ્ટ મૅચ સહિત અનેક વર્લ્ડ રેકોર્ડ સચિનના જ નામે છે જે તૂટવા મુશ્કેલ છે

2011ની સાલમાં વન-ડે વર્લ્ડ કપ જીતવાનું સપનું ધોનીની કેપ્ટ્ન્સીમાં પૂરું કર્યું

100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર પ્રથમ ખેલાડી સચિન અઠવાડિયાથી ગરીબ બાળકો વચ્ચે 'બર્થ-ડે વીક' ઉજવી રહ્યો છે

ભારતરત્ન અને ક્રિકેટિંગ લેજન્ડ સચિન સાથે પત્ની અંજલિ પણ સોશિયલ ટૂર પર છે