આજથી વેલેન્ટાઈન વીકની શરૂઆત થઈ ગઈ છે, અને એની શરૂઆત થાય છે રોઝ ડેથી
આજે રોઝ ડે પર વાત કરીએ દુનિયાના સૌથી મોંઘા રોઝની, આ ગુલાબની કિંમત એટલી છે કે જાણીને તમારા હોંશ ઊડી જશે
અત્યાર સુધી તમે અનેક બીજા ગુલાબ જોયા હશે લાલ, સફેદ, કાળા અને બીજા અને વિચિત્ર લાગતા કલરમાં પણ ગુલાબ જોયા હશે
પરંતુ આજે અમે અહીં તમારા માટે જે ગુલાબના ફૂલની માહિતી લઈને આવ્યા છીએ એની કિંમત 130 કરોડ રૂપિયા છે
જી હા, આ રોઝનું નામ છે જુલિયેટ રોઝ. આ ગુલાબની ખાસિયત તેની કિંમત કરતાં તેની ઊગવાની પેટર્ન પણ છે
મળતી માહિતી અનુસાર આ ગુલાબને ઊગવા માટે 15 વર્ષનો સમય લાગે છે અને એ દુનિયાનું સૌથી મોંઘામાં મોંઘું ગુલાબ છે
આ ગુલાબ દેખાવમાં જેટલું સુંદર છે એટલું જ તેની સુગંધ પણ ખાસ છે. આ સુગંધથી તમારો બગડેલો મૂડ તરત સુંદર થાય છે
2006માં પહેલી વખત જુલિયેટ ગુલાબ ઉગાડવામાં આવ્યું હતું
ડેવિડ ઓસ્ટિન નામના વ્યક્તિએ આ સુંદર ફૂલ ઉગાડ્યું હતું, તેમણે અનેક પ્રયોગો કર્યા બાદ આ ફૂલ ઉગાડ્યું હતું
પહેલી વખત જ્યારે 2006માં ઉગાડવામાં આવ્યું હતું ત્યારે તેની કિંમત 90 કરોડ રૂપિયા જેટલી હતી