વહેલી સવારે કૂકડાની બાંગ સાંભળવા મળે એ આપણે ત્યાં ખૂબ જ સામાન્ય ઘટના છે

પરંતુ શું ક્યારેય વિચાર્યું છે ખરું કે કોઈ પણ પ્રકારના એલાર્મ વિના કૂકડો કઈ રીતે સમયસર બાંગ પોકારે છે?

ચાલો આજે તમને એ વિશે જણાવીએ

કૂકડો એક એવું પક્ષી છે જે સૂર્યોદયથી પહેલાં જ બાંગ પોકારે છે

આ પાછળના કારણ વિશે વાત કરીએ તો તમારી જાણ માટે કે મરઘી અને કૂકડાના શરીરમાં એક જૈવિક ઘડિયાળ હોય છે

જેને વૈજ્ઞાનિક ભાષામાં સર્કેડિયન રિધમ તરીકે પણ ઓળખવામાં આવે છે

આ રિધમ જ કૂકડાને તેના શરીરને 24 કલાકના ચક્રમાં કામ કરવામાં મદદ કરે છે

આ ઉપરાંત સવારે સવારે બાંગ પોકારવી એ કૂકડાનો એક સામાજિક વ્યવહાર છે

એટલું જ નહીં પણ કૂકડાની બાંગ એ પ્રાકૃતિક દુનિયાના જીવનચક્રનો એક ખાસ હિસ્સો છે

 ચોંકી ગયા ને? છે ને એકદમ ઈન્ટ્રેસ્ટિંગ ઈન્ફોર્મેશન, આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...