ફોર્બ્સે વર્ષ 2024માં IMFના ડેટાના આધારે માથાદીઠ GDP મુજબ કયા દેશો સૌથી અમીર છે, તેની એક યાદી બહાર પાડી છે.
યુરોપના નાના દેશ લક્ઝમબર્ગની વસ્તી 6.39 લાખ છે અને તેની માથાદીઠ જીડીપી 1,31,380 ડોલર છે.
યુરોપનો દેશ આયર્લેન્ડની વસ્તી 5.03 મિલિયન છે અને માથાદીઠ જીડીપી 1,06,060 ડોલર છે.
સ્વિત્ઝર્લેન્ડ પણ યુરોપમાં છે. તેની માથાદીઠ જીડીપી 1,05,670 ડોલર અને વસ્તી 8.70 મિલિયન છે.
વિશ્વનો ચોથો સૌથી ધનિક દેશ નોર્વેની માથાદીઠ જીડીપી 94,660 ડોલર અને વસ્તી 5.41 મિલિયન છે.
એશિયન દેશ સિંગાપોરની માથાદીઠ જીડીપી 88,450 ડોલર અને વસ્તી 5.45 મિલિયન છે.
છઠ્ઠા ક્રમે USA આવે છે. તેની માથાદીઠ જીડીપી 85,370 ડોલર છે.
ત્યાર બાદ આઇસલેન્ડ, કતાર, મકાઉ અને ડેનમાર્ક આવે છે, જે માથાદીઠ જીડીપી મામલે સૌથી અમીર દેશો છે.
ભારત GDPની દ્રષ્ટિએ વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, પરંતુ માથાદીઠ GDP 2,730 ડોલર સાથે138મા ક્રમે છે.