ઉનાળામાં શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે એટલે બે ખાસ ફળ ઉપયોગમાં લેવામાં આવે છે એક છે શકરટેટી અને બીજું તરબૂચ

શકરટેટી પણ લોકોને ખૂબ ભાવતી હોય છે અને આ સાથે તે ફાયબર અને મિનરલ્સથી ભરપૂર હોવાથી પાચનક્રિયામાં પણ મદદ કરે છે

...પણ બજારમાં લારીઓ પરથી કે ઢગલાઓમાંથી મીઠી અને પાકી શકરટેટી ઓળખવી કેમ તેવો સવાલ થતો હોય તો આ રહી ટીપ્સ

સૌથી પહેલા તો તમે તેનો રંગ જૂઓ. થોડો પીળાશ પડતો રંગ હશે તો શરકટેટી બરાબર પાકેલી હશે એટલે મીઠી હોવાની પૂરી શક્યતા છે

ત્યારબાદ તેને સુંઘો. જો તે મીઠી અને પાકેલી હશે તો તેમાંથી ફળની સુગંધ આવશે અને નહીં હોય તો ઘાસની સુંગધ આવશે

જે શકરટેટી પર ખૂબ વધારે જાળીઓ દેખાય તે અચૂક પાકી ગયેલી અને મીઠી હોય છે

તરબૂચની જેમ ટેટીને પણ થપથપાવશો તો બોદો અવાજ આવશે, આ ટેટી મીઠી અને યોગ્ય રીતે પાકેલી હોય છે

જો તેમાંથી ભારે અવાજ આવે તો તે કાં તો ટેટી કાચી છે અથવા વધારે પડતી પાકી ગઈ છે. 

ઘણા લોકો શકરટેટી ઘરે લાવી જો તે મીઠી ન હોય તો શૂગર નાખીને ખાય છે. આમ કરવાથી ફળના લાભ મળતા નથી અને શૂગરના ગેરલાભ મળે છે

કોઈપણ ફળ જો સ્વાદમાં સારું ન હોય તો પણ તેના પોષકતત્વો તમને મળે જ છે, આથી બને તો ફળોને તેના મૂળ સ્વરૂપમાં જ ખાઓ.