રાજ કપૂરની ફિલ્મો મોટેભાગે સમાજમાં જોવા મળતી ઘણી સમસ્યાઓનું કલાત્મક નિરુપણ કરતી અને તેથી લોકોને આ પોતાની વાર્તા લાગતી હતી.
તેમણે સમયે સમયે બદલાતા સોશિયલ ફેબ્રિકસને અનુરૂપ સામાજિક સંદેશાઓ આપ્યા અને તેમની ઘણી ફિલ્મોએ ક્રાંતિકારી મુદ્દાઓને છેડ્યા છે
રાજ કપૂરની ઑલ ટાઈમ સુપરહીટ ફિલ્મ આવારા સમાજમાં પ્રવર્તતા જાતિવાદની વાત કરે છે. રાજ કપૂરે પોતે રાજૂના રોલમાં આ પાત્રની તકલફો દર્શાવી છે
જાગતે રહોમાં ગામડાનો ખેડૂત કહેવાતા શહેરી ભદ્ર સમાજના એપાર્ટમેન્ટમાં આવી ચડે છે અને અહીંના લોકોના નૈતિક પતનને દર્શાવે છે
ઋષી કપૂર અને પદ્મીની કોલ્હાપુરેને ચમકાવતી પ્રેમરોગમાં વિધવા વિવાહની વાત છે અને વિધવાઓ પર થતાં અત્યાચારને દર્શાવવામાં આવ્યા છે
બહુચર્ચિત સત્યમ શિવમ સુંદરમમાં નાયિકાના કદરૂપા ચહેરાની વાત છે. બાહરી સુંદરતા કરતા મનની સુંદરતા વધારે મહત્વની છે, તેવો ઊંડો સંદેશ આપ્યો છે.
ઋષી કપૂરની ડેબ્યુ ફિલ્મ બૉબીમાં અમીર-ગરીબ અને અલગ અલગ જ્ઞાતિ-ધર્મના યુવાનો વચ્ચેના પ્રેમની વાત છે. આંતરજ્ઞાતિય લગ્નોને સમર્થન આપતી ફિલ્મ છે
ઈન્ટિમેટ સિન્સને લીધે વિવાદોમાં આવેલી રામ તેરી ગંગા મૈલીમાં પ્રેમમાં પડતી અને કુંવારી માતા બનતી નિર્દોષ યુવતીઓના શોષણની વાત છે
રાજ કપૂર જે પૂરી ન કરી શક્યા તે હીના ફિલ્મમાં ભારત-પાકિસ્તાનના પ્રેમભર્યા સંબંધોની વાત છે. તણાયેલા રાજકીય માહોલ વચ્ચે પણ બન્ને દશના લોકોને એક કરવાનો પ્રયાસ છે
કોઈને કોઈ સંદેશ આપતી રાજ કપૂરની ફિલ્મો ઉપદેશાત્મક ન બનતા, જોવા ને માણવા લાયક છે તે બાબત જ રાજ કપૂરને શૉ મેન બનાવે છે.
આજે તેમની 100મી જન્મજયંતીએ અમુક ફિલ્મો ફરી થિયેટરમાં બતાવવામાં આવી રહી છે, જે આજની પેઢીને તેમની કલાકારી જોવાનો મોકો આપશે.