નાની પુત્રવધુ રાધિકા મરચન્ટ મોગરાના ફૂલના દુપટ્ટામાં ચમકી, શ્લોકા, ઇશાએ પણ ફૂલોના દુપટ્ટા પહેર્યા છે

12 જુલાઇએ લગ્ન પહેલા અનંત-રાધિકાની પ્રી વેડિંગ સેરેમની થઇ રહી છે.

મામેરુ, ગ્રહશાંતિ, સંગીત સંધ્યા, પૂજા અને હલદી સેરેમની થઇ ગઇ છે. 

8 જુલાઈએ હલદી વિધિ હતી અંબાણીની પુત્રવધુ રાધિકાએ હલદીમાં ફેશન ડિઝાઈનર અનામિકા ખન્નાના લહેંગાચોળી પહેર્યા હતા. 

રાધિકાએ ફ્લોરલ જ્વેલરી ચોકર નેકપીસ અને અડધા બાંધેલા વાળ સાથે તેનો હલ્દી લુક પૂર્ણ કર્યો હતો.

 આ પહેલા આકાશ અંબાણીની પત્ની શ્લોક મહેતા અને અંબાણીની પુત્રી ઈશા પણ સાચા ફૂલોનો દુપટ્ટો પહેરી ચૂકી છે.

પ્રિયંકા ચોપરાએ જૂન 2018માં તેની instagram સ્ટોરી પર ઈશા અને શ્લોકાનો ફોટો શેર કર્યો હતો જેમાં બંને રીયલ મોગરાના ફૂલના દુપટ્ટા પહેર્યા હતા.

આ ફોટો આકાશ અને શ્લોકાની સગાઈનો છે. આમાં શ્લોકા અને ઈશા બંને એક સરખા દુપટ્ટામાં જોવા મળ્યા હતા.

જોકે, રાધિકાનો દુપટ્ટો સંપૂર્ણપણે ફૂલોથી બનેલો છે ત્યારે શ્લોકા, ઇશાનો દુપટ્ટો કાપડનો હતો અને તેના પર મોગરાના ફુલો લગાવવામાં આવ્યા હતા.

ઇશાએ તેના હલદી ફંક્શનમાં પીચ પીળા લહેંગા સાથએ ઓરગેન્ઝા દુપટ્ટો અને ફ્લોરલ જ્વેલરી પહેરી હતી.

 ઇશાએ સફેદ ફૂલની બુટ્ટી, ચોકર અને રાની હાર પહેર્યા હતા, જેમાં તે ઘણી જ સુંદર લાગી રહી હતી.