આપણે ઘણી વખત આપણી આસપાસના લોકોને કોઈ વાતથી ફરક નથી પડતો, ત્યાર આપણે કહીએ છીએ ગેંડા જેવી જાડી ચામડીનો છે
સાંભળીને ભલે અજીબ લાગે પણ ગેંડાનો આ ગુણ જ તેને તમામ મુશ્કેલીઓથી દૂર રાખે છે અને પોતાની મસ્તીમાં જીવવામાં મદદ કરે છે
પરંતુ આ જાડી ચામડી સિવાય પણ ગેંડામાં બીજા ગુણો પણ હોય છે જેના વિશે આજે આપણે અહીં વાત કરીશું
ગેંડા ખૂબ જ શક્તિશાળી હોય છે અને તે પોતાની શક્તિ સેલ્ફડિફેન્સ માટે વાપરે છે,
આ પરથી શીખ મળે છે પોતાની શક્તિનો ઉપયોગ આપણે હિંસા માટે નહીં પણ પોતાની રક્ષા માટે કરવો જોઈએ
ગેંડા પાસેથી શક્તિ અને સંયમ વચ્ચેનું સંતુલન જાળવીને જરૂર પડે ત્યારે જ બંનેનો ઉપયોગ કરવો જોઈએ એ પણ શીખવા મળે છે
ગેંડો ક્યારેય ઝૂંડમાં નથી જોવા મળતો તે એકલો જ રહે છે એના પરથી આપણે જીવનમાં એકલા રહેવાનો ગુણ આત્મસાત કરવો જોઈએ
ગેંડા ધીરે ધીરે ચાલે છે પણ સતત આગળ વધે છે, જેના પરથી આપણે પણ સફળતા અને ધીરજ માટે સ્થિરતાથી આગળ વધવું જોઈએ
ગેંડા જાડી ચામડીના હોવાની સાથે સાથે જ સેન્સેટિવ પણ હોય છે તેના પરથી આપણે પણ સંવેદનશીલતાનો ગુણ અપનાવવો જોઈએ
સૌથી મહત્ત્વની વાત એટલે ગેંડો દરેક વાતાવરણમાં પોતાની જાતને ઢાળી લે છે
આ પરથી આપણે પણ જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની જાતને ઢાળીને આગળ વધવું જોઈએ
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...