આજકાલ જમાનો ડિજિટલ થઈ ગયો છે અને જેના હાથમાં જુઓ એના હાથમાં સ્માર્ટ ફોન જોવા મળે છે
સ્માર્ટ ફોન વિનાના જીવનની કલ્પના કરવી પણ ખૂબ જ મુશ્કેલ છે
અને આ સ્માર્ટફોન આવ્યા બાદ તો હવે લોકો પોતાની પાસે પૈસા રાખવાનું પણ ટાળવા લાગ્યા છે
કારણ કે જ્યાં જુઓ ત્યાં બસ એક ક્યુઆર કોડ સ્કેન કરીને એમનું પેમેન્ટ થઈ જાય છે
બીજા શબ્દોમાં કહીએ તો સ્માર્ટ ફોનની જેમ ક્યુઆર કોડ પણ લોકોના જીવનનો અભિન્ન અંગ બની ગયું છે
રોજે જે ક્યુઆર કોડ ધડાધડ સ્કેન કરો છો, એ ક્યુઆર કોડનું ફૂલ ફોર્મ શું હોઈ શકે એના વિશે ક્યારેય વિચાર્યું છે ખરું?
નહીં ને? ચાલો આજે તમને આ ક્યુઆર કોડના ફૂલ ફોર્મ વિશે જણાવીએ-
ક્યુઆર કોડનું ફૂલ ફોર્મ ક્વિક રિસ્પોન્સ કોડ (Quick Response Code) એવું થાય છે
આ એક પ્રકારનું બારકોડ છે જેને ડિજિટલ ડિવાઈસ એટલે કે સ્માર્ટફોનથી સ્કેન કરવામાં આવે છે
આ ક્યુઆર કોડ સ્કેન કરતાં જ પેમેન્ટ થઈ જાય છે અને અનેક વખત કોઈ સંસ્થા કે પ્રોજેક્ટની માહિતી પણ આ ક્યુઆર કોડ સ્કેન કરીને મેળવી શકાય છે
તમે પણ આ કામની માહિતી અન્ય લોકો સાથે શેર કરીને એમના જ્ઞાનમાં પણ અભિવૃદ્ધિ ચોક્કસ કરજો
આવી જ બીજી મહત્ત્વની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...