પીએમ નરેન્દ્ર મોદીએ આજે પ્રયાગરાજ ખાતે પહોંચીને સંગમ પર આસ્થાની ડૂબકી લગાવી હતી
તેમણે ગુપ્ત નવરાત્રિની અષ્ટમી પર સંગમ ખાતે 11 ડુબકીઓ લગાવી હતી, અને 11 સંકલ્પ કર્યા હતા
પીએમ મોદીએ ત્રિવેણી સંગમ ખાતે જ ઊભા રહીને 108 મંત્રનો જાપ કર્યો હતો, આ સમયે રૂદ્રાક્ષની માળા પણ હાથમાં જોવા મળી હતી
સંગમમાં ડૂબકી બાદ તેમણે 8 મિનિટ સુધી ગંગાપૂજન, ષોડશોપચાર પૂજન કર્યું હતું
પૂજા સંપન્ન થયા બાદ વડા પ્રધાન મોદીએ પુરોહિતોને પોતાની તરફથી ભેટ આપી હતી
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું હતું કે અહીં આવીને ધન્ય થયો, આસ્થા, ભક્તિ અને અધ્યાત્મ બધાને અભિભૂત કરે છે
સ્નાન બાદ પીએમ મોદીએ હિમાચલી ટોપી, બ્લેક એન્ડ વ્હાઈટ કૂર્તો-પાયજામો, ઓરેન્જ સ્ટોલ અને બ્લેક જેકેટ પહેર્યું હતું
સંગમમાં સ્નાન બાદ તેમણે ગંગા આરતી સહિત બીજા અનુષ્ઠાન કર્યા હતા
આ સમયે તેમણે તાંબાના લોટામાં સોનાનું પાણી ચઢાવેલા ઘરેણાં અને કેટલીક વસ્તુઓ દાનમાં આપી હતી
પૂજા કરાવનાર પુરોહિતોએ પીએમ મોદીને કાળા તલ સાથે નારિયલ અને બીજી વસ્તુઓ આપી હતી