Pancard એ એક એવું ડોક્યુમેન્ટ છે કે જે લોકોની આવકનું રેકોર્ડ રાખે છે, આવી પરિસ્થિતિમાં પેનકાર્ડ ડિએક્ટિવેટ થઈ જાય તો તમામ કામ અટકી પડે છે
કેટલીક ભૂલને કોઈનું પણ પેનકાર્ડ ઈનએક્ટિવ થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં તમને પણ તમારું પેનકાર્ડ તપાસી લેવું જોઈએ
તમારું પેનકાર્ડ એક્ટિવ છે કે ઈનએક્ટિવ છે એ ચેક કરવું પણ ખૂબ જ સરળ છે, જેના વિશે આપણે અહીં વાત કરીશું
આ માટે તમારે સૌથી પહેલાં તો ઈનકમટેક્સની ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જવું પડશે, જ્યાં તમે પેન સ્ટેટસ તમામ ડિટેલ ચેક કરી શકો છો
જો પેન ઈનએક્ટિવ છે કો પ્રોસેસમાં આગળ વધી શકો છો, પેન આધાર કાર્ડ સાથે લિંક ના હોય તો પણ ઈનોપરેટિવ થઈ જાય છે
જો તમારું પેનકાર્ડ પણ ઈનોપરેટિવ છે તો ઈનકમ ટેક્સ પોર્ટલ પર જઈને આધાર લિંકવાળા સેક્શનમાં જઈને પ્રોસેસમાં આગળ વધો
આધાર અને પેનકાર્ડ લિંક કરવા માટે 1000 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે અને તરત જ પેન-આધાર લિંક થઈ જશે
જો પેન ઈનોપરેટિવ છે તો વધુ ટીડીએસ અને ટીસીએસ ચાર્જ આપવો પડી શકે છે, આ સાથે જ પેનઈનોપરેટિવ છે તો ટ્રાન્ઝેક્શન અટકી પડે છે
ટ્રાન્ઝેક્શન અટકવાની સાથે સાથે જ રિફન્ડ ક્લેમ કરવામાં પણ મુશ્કેલી પડી શકે છે
જો તમને પણ આ બધી મુશ્કેલીઓમાં ન ફસાવવું હોય તો અત્યારે જ તમારું પેનકાર્ડ એક્ટિવ છે કે નહીં એ તપાસી લો...