ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર...
ધનતેરસના દિવસે દેવી-દેવતાઓની પૂજા-અર્ચના સિવાય કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે
આ ઉપાયો કરવાથી આર્થિક સમસ્યા કે તંગીમાંથી મુક્તિ મળે છે. આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે
લક્ષ્મી પૂજનની સાથે સાથે નાના નાના ઉપાયો કરીને મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે
આજે અમે અહીં તમને આવા જ એક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ-
ધનતેરસના દિવસે નાગરવેલના છોડના પાંચ પાંદડા ઘરે લઈ આવો
એવું માનવામાં આવે છે આ પાન ધનતેરસના દિવસે ઘરે લાવવાનું ખૂબ જ શુભ છે, અને મા લક્ષ્મીને સમ્માન આપવાના પ્રતિક તરીકે જોવામાં આવે છે
આ પાન લક્ષ્મીપૂજન સમયે મા લક્ષ્મીને અર્પણ કરો, આવું કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે
ધનતેરસના દિવસે આ સરળ ઉપાય કરવાથી ધન સંબંધિત સમસ્યા દૂર થાય છે
હંમેશા મા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ તમારા પર બની રહી છે, ઘરમાં સુખ-સુવિધા જળવાઈ રહે છે
આ ધનતેરસ પર તમે મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે આ ઉપાય કરી જુઓ અને મા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરો...