શાકાહારીઓ માટે પનીર પ્રોટીનનો ઘણો મોટો સ્ત્રોત છે. પનીર સ્વાદ અને સ્વાસ્થ્ય બન્ને માટે લોકો મોટા પ્રમાણમાં ઉપયોગમાં લે છે

પનીર મોટાભાગે પાણીમાં રાખવામાં આવે છે અને તે પાણી છોડે છે પણ ખરું, આ પાણી તમે ફેંકી દેતા હો તો પહેલા આ વાંચી લો

પનીરનું પાણી વિટામિન એ, બી-12, પ્રોટીન અને કેલ્શિયમ સાથે અન્ય તત્વો ધરાવે છે, જે શરીરને ઘણી રીતે ફાયદો કરે છે

વિટામિન A B-12 પ્રોટીન કેલ્શિયમ

પનીરના પાણીમાં કેલ્શિયમ અને ફૉસ્ફરસ છે, જે હાડકાંને મજબૂત કરે છે

પનીર ખાવાથી વજન વધે છે, પરંતુ પનીરનું પાણી પીવાથી વજન ઘટે છે

પનીરનું પાણી પીવાથી ડ્રાય સ્કીન સોફ્ટ થવામાં મદદ મળે છે. ડ્રાય હેરની સમસ્યામાં પણ રાહત મળે છે.

જો તમે વારંવાર બીમાર પડતા હો તો પનીરનું પાણી પીઓ, રોગ પ્રતિકારકશક્તિમાં થશે વધારો

પનીરના પાણીમાં પ્રોબાયોટેકિસ હોય છે જે સારા બેક્ટેરિયા વધારે છે, આથી પેટની સમસ્યાના ઉકેલમાં માટે આ સારો ઉપાય છે

પનીરના વિવિધ શાક, કોફ્તા કે કબાબ ખાઈને તો તમે સ્વાદ લો છો, પરંતુ પાણી પીને તમે સ્વાસ્થ્ય સુધારી શકો છો.

આ પ્રયોગ તમે તમારા તબીબી નિષ્ણાતની સલાહ બાદ જ અજમાવો તે હીતાવહ છે