નીતા અંબાણીની ફેશન સેન્સ અને સુંદરતા તો એકદમ બેજોડ છે અને એમાં કંઈ કહેવાપણું હોય જ નહીં
2024માં નીતા અંબાણીએ વિવિધ ઈવેન્ટમાં ડિઝાઈનર બ્લાઉઝ પહેરીને નવો ટ્રેન્ડ સેટ કર્યો કે જેણે તેમને ટોક ઓફ ધ ટાઉન બનાવી દીધા
આજે અમે અહીં તમારા માટે આવા જ કેટલાક સુંદર બ્લાઉઝની માહિતી લઈને આવ્યા છીએ
કે જેને તમે તમારી રીતે કસ્ટમાઈઝ કરાવીને કોઈ પણ ઈવેન્ટમાં સેન્ટર ઓફ અટ્રેક્શન બની શકો છો-
નીતા અંબાણીએ આ સુંદર કસ્ટમાઈઝ સાડી સાથે પહેરેલા સ્ટનિંગ એમ્બ્રોઈડરીવાળી બ્લાઉઝ પર જરી, જરદોસી, પર્લ અને ક્રિસ્ટલનું વર્ક કરવામાં આવ્યું હતું
દેખાવમાં પ્લેન લાગતું આ બ્લાઉઝ મોંઘામાં મોંઘું છે. બ્લેક જરી વર્કવાળા બ્લાઉઝ પર શાહી ડાયમંડ સ્ટડેડ બાજુબંધ લગાવ્યું છે, જે ખૂબ જ કિંમતી છે
નીતા અંબાણીએ અનંતના લગ્નમાં સ્ટેડેડ હેન્ડમેડ કસ્ટમાઈઝ બ્લાઉઝ પર ખૂબ જ સુંદર વર્ક કરાયું છે, જે ખૂબ જ યુનિક લાગી રહ્યું હતું
સુંદર અને ઝીણા મિરર સિતારા વર્કથી ભરેલું આ બ્લાઉઝ પણ મોસ્ટ એક્સપેન્સિવ પીસ છે અને નીતા અંબાણીએ તેને સારી રીતે ફ્લોન્ટ કર્યું હતું
ગોલ્ડન સાટીન સિલ્કના કપડા પર ગોલ્ડન વર્કથી આ બ્લાઉઝ તૈયાર કરવામાં આવ્યું હતું, આ સાથે જ તેમાં વેવિંગ પણ કરવામાં આવ્યું છે
ગુલાબી રંગનું બાંધણીનું હેવી વર્કવાળું આ બ્લાઉઝ પણ ક્લાસિક પીસ છે, બાંધણીની સાથે આ બ્લાઉઝ પર ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું છે
આ બ્લાઉઝમાં જરી વર્ક સાથે ફૂલ અને પાંદડાની ડિઝાઈન સેટ કરવામાં આવ્યા છે, સ્લીવ્ઝ પર પણ હેવી વર્ક કરવામાં આવ્યું છે
ગોટા વર્ક, લેસ અને એમ્બલિશ્ડ પેટર્નમાં આ મલ્ટી કલર બંજારા બ્લાઉઝ ડિઝાઈન કરવામાં આવ્યું છે અને એથનિક લૂક આપે છે