દુનિયાના તમામ લોકોના શરીરમાં વહેતા લોહીનો રંગ એકસરખો હોવા છતાં તેમાં થોડો થોડો તફાવત હોય છે.

વિશ્વના તમામ માનવીઓ O+, O-, A+, A-, B+, B-, AB+, AB- માંથી એક બ્લડ ગ્રુપ ધરાવે છે.

કયા દેશમાં સૌથી વધુ લોકો કયા બ્લડ ગ્રુપના લોકો હશે તે દેશની આબોહવા પર નિર્ભર હોય છે.

શું તમે જાણો છો કે ભારતમાં કયા બ્લડ ગ્રુપના લોકો સૌથી વધારે છે.

બ્લડ ગ્રુપ O વિશ્વમાં સૌથી વધુ જોવા મળે છે જ્યારે ગ્રુપ AB સૌથી ઓછું જોવા મળે છે.

તમને વિચારી રહ્યા હશો કે ભારતમાં પણ O બ્લડ ગ્રુપના લોકો સૌથી વધુ હશે

પરંતુ ના, ડેટા અનુસાર ભારતીય વસ્તીમાં મોટાભાગના લોકો B બ્લડ ગ્રુપ ધરાવે છે.

ભારતમાં લગભગ 40.13% લોકો B , 27.85 ટકા O , 22.8% લોકો A અને 8.93  ટકા લોકો AB બ્લડ ગ્રુપ ધરાવે છે.

B બ્લડ ગ્રુપ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ એશિયામાં બહુ જ પ્રચલિત છે.

ડેટા અનુસાર ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ 40% લોકો O બ્લડ ગ્રુપના છે જ્યારે A બ્લડ ગ્રુપના 31% લોકો ત્યાં જોવા મળે છે .

અમેરિકામાં સૌથી વધુ O બ્લડ ગ્રુપના 44% , Aના 14% અને AB બ્લડ ગ્રુપના 40% લોકો જોવા મળે છે.