દરેક વ્યક્તિને અંદરખાને એક ઈચ્છા તો હોય જ છે કે તે ખૂબ જ હરે ફરે અને દુનિયાનો ખૂણેખૂણો ફરી વળે... 

જો તમને પણ ફરવાનો શોખ છે અને તમે પણ કોઈ હટકે અને ઓછા પોપ્યુલર હોય એવા ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પર ફરવા માંગો છો 

તો તમારે આ સ્ટોરી છેલ્લે સુધી જોવી પડશે, કારણ કે અમે અહીં એવા ટુરિસ્ટ ડેસ્ટિનેશન વિશે વાત કરીશું જેની સામે સ્વિટર્ઝલેન્ડ અને પેરિસ પણ ફિક્કા લાગશે

મજાની વાત તો એ છે કે આ ડેસ્ટિનેશન આઉટ ઈન્ડિયામાં નહીં પણ આપણે ત્યાં જ આવેલા છે

આ યાદીમાં લદાખનું હેમિસ સૌથી પહેલાં નંબરે આવે છે. લદ્દાખનું આ રિમોટ એરિયામાં આવેલું છે અને ખૂબ જ સુંદર સ્થળ છે

મેઘાલયના મોસિનરામમાં સૌથી વધુ વરસાદ પડે છે અને અહીં તમે ટ્રાઈબલ કલ્ચર, પર્વત અને હરિયાળીનો આનંદ ઉઠાવી શકો છો

આસામનું માજુલી પણ ખૂબ જ સુંદર ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે, જ્યાં તમે કુદરતી સુંદરતાની સાથે સાથે કલ્ચરલ એક્ટિવિટી પણ નિહાળી શકો છો

ચેંબરા પીક વાયનાડ કેરળનું સૌથી ઉંચું શિખર છે, જ્યાંથી તમને હાર્ટ શેપનું તળાવ અને અદ્ભુત કુદરતી નજારો જોવા મળે છે

ઝીરો વેલી અરુણાચલ પ્રદેશમાં આવેલી છે, જે અપતાની સંસ્કૃતિ, લેયર્ડ ફાર્મિંગ અને આસપાસના પર્વતોની હારમાળા માટે જાણીતી છે

ચાંપાનેરનું પાવાગઢ પાર્ક યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમ છે. જ્યાં હિંદુ, જૈન અને ઈસ્લામિક શૈલીનું સ્થાપત્ય જોવા મળે છે

હાલેબિડુ એ કર્ણાટકનું હાર્ટ છે, જે એક હોયસલ રાજ્યની રાજધાની હતી, અહીંના અલગ આકારના મંદિરો તમારા દિલને સ્પર્શી જશે

તો રાહ કોની જુઓ છો, નેક્સ્ટ વેકેશન પ્લાન કરો ત્યારે આમાંથી એકાદ જગ્યાએ ફરી આવજો...