દુનિયામાં એવી અનેક જગ્યાઓ આવેલી છે કે જ્યાં જઈને તમને પરીકથાના કોઈ દેશમાં આવી ગયા હોય એવું લાગે છે

આ જગ્યાઓના ફોટો જોઈને પણ તમને એવું જ લાગે કે ભાઈસાબ સાચેમાં આવી કોઈ જગ્યા ધરતી પર હશે કે? 

ચાલો આજે તમને દુનિયાની આવી જ સુંદર અને પરિકથાના દેશ જેવી જગ્યાઓ વિશે જણાવીએ-

જર્મનીનું નેઉશવાંસ્ટિન ફોર્ટ પર્વતોની વચ્ચે આવેલું છે. અહીંનો નજારો જોઈને તમને કોઈ બીજી જ દુનિયામાં આવી ગયા હોવાનો અહેસાસ થશે

ફેરી પૂલ, સ્કોટલેન્ડમાં આવેલું આ સુંદર, બ્લ્યુ વોટરવાળું પૂલ અને તેની આસપાસમાં આવેલું જંગલ કોઈ રહસ્યમયી જાદુઈ દુનિયા જેવું છે

તળાવના કિનારે આવેલું ઓસ્ટ્રિયાનું હોલસ્ટેટ એક નાનકડું ગામ છે. ચારેય બાજું પર્વતોથી ઘેરાયેલી આ જગ્યા ખૂબ જ સુંદર છે

અલ્હામ્બ્રા કે જે સ્પેનમાં આવેલું છે. સુંદર વાસ્તુ, લીલાછમ બાગ, સુંદર ફાઉન્ટવાળુનું અલ્હામ્બ્રા એક જાદુઈ મહેલ જેવું છે

સ્કોટલેન્ડમાં આવેલું ગ્લેન એટિવ સુંદર જગ્યાઓમાંથી એક છે. ઉંચા પર્વતો અને નદીઓ વચ્ચે આવેલી આ જગ્યા સુંદર છે

પેરુમાં આવેલું માચૂ પિચ્ચુ એન્ડિઝ પર્વતોમાં આવેલું છે, જેની ગણતરી પ્રાચીન અને રહસ્યમયી જગ્યામાંથી એક છે

સેન્ટોરિની, ગ્રીસમાં આવેલી સુંદર સફેદ ઈમારતો, બ્લ્યુ ગુંબજવાળા ચર્ચ અને સમુદ્ર કિનારે સૂર્યાસ્ત આ જગ્યાની સુંદરતામાં વૃદ્ધિ કરે છે

બ્રાઝીલનું માઉન્ટ રોરાઈમા વાદળોથી ઘેરાયેલી જગ્યા છે અને અહીં ઝાડી-ઝાંખરા આ જગ્યાને વધારે સુંદર બનાવે છે

બેંફ નેશનલ પાર્ક કેનેડામાં આવેલું છે બ્લ્યુ લેક, ઘાઢ જંગલ અને પર્વતોને જોતા વિશ્વાસ જ ના આવે કે આવી કોઈ જગ્યા પણ છે