આજે આંતરાષ્ટ્રીય મહિલા દિવસે આપણે વાત કરીશું ભારતના એવા સ્મારકોની કે જેનું નિર્માણ મહિલાઓએ એટલે કે રાણીઓએ કરાવ્યું છે

આ સ્મારકોનું બાંધકામ અને શૈલી જોઈને મોંમાંથી એક જ ઉદ્ગાર સરી પડશે અને એ એટલે વાહ... 

ચાલો જોઈએ કયા છે આ સ્મારકો-

હુમાયુનો મકબરો આ યાદીમાં સૌથી પહેલાં આવે. 1556માં હુમાયુની બેગમ બેબાએ પતિને શ્રદ્ધાંજલિ આપવા બંધાવ્યું હતું

બીજા નંબરે છે પાટણની રાણકી વાવ. આ વાવનું નિર્માણ રાણી ઉદયમતિએ પતિ ભીમદેવ પ્રથમની યાદમાં કરાવ્યું હતું

ગુલમર્ગમાં આવેલું મોહિનીશ્વર શિવાલય રાજા હરિ સિંહના પત્ની મહારાણી મોહિની બાઈ સિસોદિયાએ બંધાવ્યું હતું

આગ્રામાં આવેલો ત્માદુદ્દૌલાનો મકબરો જહાંગીર બાદશાહની પત્ની નૂરજહાંએ પિતા મિર્ઝા ગિયાસ બેગની યાદમાં બનાવ્યો હતો

કર્ણાટકનું 740 ઈ.સા.પૂર્વેનું વિરુપાક્ષ મંદિર રાણી લોકમહાદેવીએ પતિ રાજા વિક્રમાદિત્ય બીજાની જિતની યાદમાં બંધાવ્યું હતું

ભોપાલનું તાજ-ઉલ-મસ્જિદ ભારતની સૌથી મોટી મસ્જિદોમાંથી એક છે, જેનું નિર્માણ 20મી સદીમાં બેગમ શહાજહાંએ કરાવ્યુ હતું

કર્ણાટકનું મિરઝાન ફોર્ટ 16મી સદીમાં રાણી ચેન્નાભૈરદેવી ઉર્ફે કાળી મિર્ચ રાણીએ બંધાવ્યો હતો  

હુબલી નદીના કિનારે આવેલું દક્ષિણેશ્વર કાળી મંદિર આ મંદિર રાણી રાસમણીએ 1855માં બંધાવ્યું હતું

આમાંથી તમે કેટલા સ્મારકો જોયા છે એ અમને ચોક્કસ જણાવજો...