મેરે હાથો મેં નૌ નૌ ચૂડિયાં હૈ: ફેસ્ટિવ લૂક માટે ટ્રાય કરો ફેન્સી બેંગલ્સ...
બંગડી એ એક એક્સેસરીઝ જ નથી પણ પરંપરા, સુંદરતા અને ઉજવણીનું પ્રતીક છે
ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન દરેક આઉટફિટ સાથે બંગડીઓ હાથની સુંદરતા વધારે છે
ચાલો,આજે વિવિધ પ્રકારની બેંગલ્સ વિશે જાણીએ-
ગોલ્ડ બેંગલ્સ તો એવરગ્રીન છે. તમે પ્રસંગને અનુરૂપ પાતળી, નાજુક કે વર્કવાળી બંગડીઓ ટ્રાય કરી શકો છો
સુંદર કલરફૂલ થ્રેડ બેંગલ્સ પણ ટ્રેન્ડમાં છે, સિક્વિન્સ કે મોતીવાળી થ્રેડ બેંગલ્સ નવરાત્રી, મહેંદી ફંક્શન માટે પરફેક્ટ ચોઈસ છે
રોયલ લૂક જોઈતો હોય ડાયમંડ બેંગલ્સ પણ ટ્રાય કરી શકાય, જે તમારા હાથની સુંદરતા વધારશે
સિલ્વર બેંગલ્સ ઓલવેઝ ટ્રેન્ડમાં હોય છે અને તે ઇન્ડો વેસ્ટર્ન અને એથનિક આઉટફિટ સાથે પરફેક્ટ મેચ છે.
કાચની બંગડીઓ પહેરવાનું ચલણ જૂનું છે તીજ અને કરવા ચોથ તહેવારો પર બંગડી ટ્રાય કરી શકાય
સ્ટોન બેંગલ્સ એ આધુનિકતા અને પરંપરાનો એકદમ સરસ મેળ છે. પાર્ટી વિયર કે વર્કવાળા લહેંગા પર તે સુંદર લાગે છે
ઓક્સિડાઇઝ્ડ બંગડી મહિલાઓ અને કોલેજ ગોઈંગ ગર્લ્સની પહેલી પસંદ છે, જે તમને એકદમ ફેશનેબલ લુક આપે છે.
થેવા બેંગલ્સ રાજસ્થાનની એક ખૂબ જૂની અને શાહી કળા છે. જેમાં રંગીન કાચ ઉપર ૨૩ કેરેટ સોનાનું ઝીણું કામ કરવામાં આવે છે
તો રાહ શેની જુઓ છો, તમારી મનપસંગ બંગડી સ્ટાઈલ કરીને મ્હાલવા નીકળી પડો..
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો