દાળને આપણે પૌષ્ટિકતાનું પાવર હાઉસ માનીએ છીએ અને ભારતના મોટાભાગના ઘરોમાં રોજ ચોક્ક્સ દાળ બને છે
શાકાહારી લોકો માટે તો દાળ એ પ્રોટીનનો બેસ્ટ સોર્સ માનવામાં આવે છે
પરંતુ શું તમને ખબર છે કે તમે જે દાળને શાકાહારી સમજીને સ્વાદથી આરોગો છો એમાંથી એક દાળ માંસાહારી પણ છે?
ચોંકી ગયા ને? સાંભળવામાં ભલે વિચિત્ર લાગે પણ આ હકીકત છે, આ દાળને માંસાહારી માનવામાં આવે છે
અનેક લોકો આ દાળને નોનવેજ ગણે છે અને સાધુ- સંતો, બ્રાહ્મણો તો આ દાળને ભુલથી પણ હાથ નથી લગાવતા
આ પાછળના કારણ વિશે વાત કરીએ તો પૌરાણિક કથાઓ અનુસાર આ દાળનો સંબંધ પાપી ગ્રહ રાહુ-કેતુ સાથે છે
એવું કહેવાય છે કે આ દાળ રાહુ અને કેતુના લોહીમાંથી બની છે, જેને કારણે તેને માંસાહારી ગણવામાં આવે છે
હવે તમને પણ જાણવાની તાલાવેલી થઈ ગઈ ને કે આખરે એવી તો એ કઈ દાળ છે? ચાલો તમને જણાવી દઈએ
આ દાળ છે મસુરની દાળ. સનાતન પરંપરામાં આ દાળને માંસાહારી માનવામાં આવી છે
જોકે, અનેક હિંદુઓ એવા પણ છે કે જેઓ આ દાળને માંસાહારી નથી ગણતા