ફેમસ ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ હાલમાં જ દિવાળી પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી,
આ દિવાલી પાર્ટીમાં બી-ટાઉનના મોટાભાગના સ્ટાર્સે હાજરી આપી હતી, અને એમાંથી કેટલીક એક્ટ્રેસના લૂક્સના ફોટો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યા છે
આ પાર્ટીમાં આલિયા ભટ્ટે હાજરી આપી હતી અને તેણે પોતાનો મહેંદીનો પિંક પેચવર્કવાળો આઉટફિટ રિપીટ કર્યો હતો
ક્રિતી સેનને વાઈબ્રન્ટ યેલો કલરની સાડી પહેરી હતી, જેની સાથે તેણે હેવી વર્કવાળો બ્લાઉઝ અને હેવી ઝુમખા અને બિંદી કેરી કરી હતી
ધડક ગર્લ જ્હાન્વી કપૂરે હોલોગ્રાફિક સિક્વનની સાડી પહેરી હતી અને આ સાથે ડાયમંડનો નેકલેસ અને ઈયરરિંગ્સ પહેરી હતી
નોરા ફતેહીએ પણ જ્હાન્વી કપૂર જેવી જ ચમકીલી સાડી પહેરીને ઈવેન્ટમાં લાઈમલાઈટ ચોરી લીધી હતી
વ્હાઈટ કલરની શીર સાડીમાં અનન્યા પાંડેએ પણ હંમેશની જેમ જલવો બિખેર્યો હતો
રેડ કલરની પ્લેન શિફોનની સાડીમાં સુહાના ખાન ખૂબ જ સુંદર લાગી રહી હતી આ સાડી સાથે કોરસેટ બ્લાઉઝ કેરી કર્યું હતું
દિશા પટણી ગોલ્ડન ટીશ્યૂ સાડી સાથે સેક્સી બ્લાઉઝ કેરી કરીને કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું
રોયલ બ્લ્યુ સિલ્કની સાડીમાં કરિશ્મા કપૂરે પણ હેવી ઝૂમખા સાથે પોતાના હુસ્નનો જાદુ પાર્થયો હતો
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ આ બધી એક્ટ્રેસ પર ઉમરાવ જાન રેખાજીનો લૂક તો સુપર હતો, ઓરેન્જ કાંજીવરમ સાડીમાં રેખાજીએ બધાને મ્હાત આપી હતી