2025નું નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને એની સાથે જ તહેવારોની સિઝન પણ શરૂ થઈ જાય છે

બે દિવસ બાદ એટલે કે 14મી જાન્યુઆરીના જ આ વર્ષનો પહેલો અને સૌથી મોટો તહેવાર આવી રહ્યો છે નામે મકર સંક્રાંતિ

એવું કહેવાય છે કે આ દિવસે ગ્રહોના રાજા સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં ગોચર કરે છે અને એટલે તેને મકર સંક્રાંતિ કહેવાય છે

પણ શું તમને ખબર છે કે મકર સંક્રાંતિનો આ તહેવાર દેશના અલગ અલગ રાજ્યમાં અલગ અલગ નામે અને રીતે ઉજવાય છે? ચાલો તમને જણાવીએ-

ઉત્તર ભારતમાં આ તહેવારને મકર સંક્રાંતિના નામે જ ઓળખવામાં આવે છે

જ્યારે સાઉથ બાજુએ તમિળનાડુમાં આ તહેવારને પોંગલ તરીકે ઉજવવામાં આવે છે

નોર્થઈસ્ટની વાત કરીએ તો આસામમાં આ દિવસે માઘ બિહુ તરીકે ઉજવાય છે

આપણા ગર્વીલા ગુજરાતમાં આ તહેવારને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે વિવિધ શહેરોમાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવે છે

પંજાબ અને હરિયાણામાં આ સમયે નવા પાકનું સ્વાગત કરવામાં આવે છે અને એટલે અહીં આ દિવસે લોહડીનો તહેવાર ઉજવવામાં આવે છે

વાત કરીએ બિહારની તો અહીં આ તહેવારને તિલ સંક્રાંતિ કે દહી ચૂડાને નામે સેલિબ્રેટ કરવામાં આવે છે

 બંગાળમાં આ દિવસે ગંગાસાગર ખાતે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે

આ દિવસે પતંગ ઉડાવવાનું પણ વિશેષ મહત્ત્વ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે