હિંદુ ધર્મમાં મહાશિવરાત્રિએ ખૂબ જ મહત્વનો તહેવાર છે અને આ દિવસે વ્રત કરવામાં આવે છે
ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદસના દિવસે મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે
આ વખતની મહાશિવરાત્રિ ખૂબ જ ખાસ રહેશે કારણ કે આ દિવસે ચંદ્ર પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે
આ દિવસે ચંદ્ર ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરીને કેટલીક રાશિના જાતકોને લાભ કરાવી રહ્યા છે
આ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે, ધનલાભ થશે
જીવનમાં સકારાત્મકતા આવશે, ખુશીઓ આવશે
ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મેષ: આ સમય લાભ થશે, ભાગ્યનો સાથ મળશે, કોઈ સારા સમાચાર મળશે, માન સન્માનમાં વૃદ્ધિ થશે, ધનલાભ થશે
કર્ક: વેપારીઓને લાભ થશે, બિઝનેસનો વિસ્તાર થશે, જીવનમાં ખુશીઓ આવશે, મા લક્ષ્મીજીની કૃપા વરસશે
ધન: કરિયર માટે અનુકૂળ સમય, દરેક કામમાં સફળતા મળશે, પૈસા બચાવશો, ઓફિસમાં તમારા કામની પ્રસંશા થશે