સ્વયં 'ભગવાન રામ'એ રામ નવમી પર કન્યા પૂજન કર્યું...
આજે ઉત્સાહ અને ઉમંગથી રામ નવમીની ઊજવણી કરાઈ રહી છે
ચૈત્ર નવરાત્રિનો પણ છેલ્લો દિવસ છે, આ દિવસે કન્યા પૂજન કરવાનું એક વિધાન છે
ટીવી પર ભગવાન રામ બનીને દર્શકોના દિલ પર રાજ કરનારા અરુણ ગોવિલે પણ કન્યા પૂજન કર્યું હતું
મેરઠ ખાતેના પોતાના નિવાસ સ્થાને અરુણ ગોવિલે પૂરા વિધિ વિધાનથી પૂજન કર્યું હતું
આ ફોટોમાં અરુણ ગોવિલને કન્યાઓને તિલક લગાવતા અને ધોતા જોઈ શકાય છે
અરુણ ગોવિલે ખુદ સોશિયલ મીડિયા પર ફોટોની સાથે સાથે એક પોસ્ટ પણ લખી છે તેમણે લોકોને રામ નવમીની શુભેચ્છા પણ પાઠવી હતી
સોશિયલ મીડિયા પર તેમના આ કન્યા પૂજનના ફોટો ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે
અહીંયા તમારી જાણ માટે કે અરુણ ગોવિલ મેરઠથી BJPની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે
હાલમાં તેઓ ચૂંટણી પ્રચારમાં ખૂબ જ વ્યસ્ત છે
Watch More