પુલ એક જગ્યાને બીજી જગ્યા સાથે જોડવાનું કામ કરે છે.

આપણા દેશના ઘણા બ્રિજ આર્કિટેક્ચર માર્વેલ ગણાય છે. તેની  સુંદરતા અને વિશાળતા પ્રવાસીઓને આકર્ષે છે 

શું તમે જાણો છો દેશનો સૌથી લાંબો કાચનો પુલ ક્યાં આવેલો છે,અમે તમને એ બ્રિજ વિશે જણાવીશું

કેરળના વાગામોન કોલાહલામેડુ એડવેન્ચર વિલેજમાં દેશનો લાંબો કાચનો પુલ આવેલો છે.

આ બ્રિજની લંબાઇ 40 મીટર છે, તે સમુદ્ર સપાટીથી 3500 ફૂટની ઊંચાઇ પર છે. 

કેરળમાં આ બ્રિજ બનાવવા માટે જર્મનીથી ગ્લાસ મગાવવામાં આવ્યો હતો. 

આ બ્રિજમાં લગભગ 35 ટન સ્ટીલ વપરાયું છે. બ્રિજની નજીક વાગામોન એડવેન્ચર પાર્ક આવેલો છે. 

જ્યાં તમે પેરાગ્લાઇડિંગ અને રોમાંચક વસ્તુઓનો આનંદ લઇ શકો છો

કાચનો પુલ જોવા માટે તમારે 250 રૂપિયાની ટિકિટ લેવી પડશે.

કોઝિકોડે રેલવે સ્ટેશન અથવા કોઝિકોડે એરપોર્ટ પર પહોંચો

ત્યાંથી લગભગ 100 કિમી દૂર વાયનાડ આવેલું છે. વાયનાડથી ગ્લાસબ્રિજ પર જવા ટેક્સી ઉપલબ્ધ છે.