વિશ્વના ટોપ ટેન સૌથી શક્તિશાળી લશ્કરી દળોનું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે

આ યાદીમાં ભારતનો નંબર કયો છે, પડોશી દેશ પાકિસ્તાન ભારત કરતાં આગળ છે કે પાછળ? ચાલો જાણીએ-

આ યાદી લશ્કરી સંશાધનો, સંરક્ષણ બજેટ, શસ્ત્રોની ઉપલબ્ધતા, ટેક્નોલોજી, શસ્ત્રબળ અને સ્ટ્રેટેજી જેવા 60 પરિબળોના આધારે તૈયાર કરાઈ છે

ગ્લોબલ ફાયરપાવર રેન્કિંગ 2025માં અમેરિકા પોતાની નંબર વનની પોઝિશન જાળવી રાખી છે

રશિયા આ યાદીમાં બીજા સ્થાને છે. પરમાણુ શક્તિ રશિયાની હજી મોટી તાકાત છે

ચીન બે મિલિયનથી વધુ સૈનિકો અને 6,800 ટેન્ક સાથે ત્રીજા નંબરે છે

1.45 મિલિયન સૈનિક, 4201 ટેન્ક સહિતના અન્ય શસ્ત્રબળ સાથે ભારતે આ યાદીમાં પોતાનું ચોથું સ્થાન જાળવી રાખ્યું છે

આ યાદીમાં દક્ષિણ કોરિયા પાંચમા સ્થાને છે જેની પાસે 6 લાખ સૈનિકો અને અદ્યતન સંરક્ષણાત્મક ટેક્નોલોજી છે

યુકે, ફ્રાન્સ, જાપાન, તુર્કેય અને ઈટલી અનુક્રમે આ યાદીમાં 6ઠ્ઠા, 7મા, 8મા,9મા અને 10મા સ્થાને છે 

પડોશી દેશ પાકિસ્તાન આ ટોપ-10 યાદીમાંથી બહાર થઈને 12મા સ્થાને પહોંચી ગયું છે, જે ગયા વર્ષે 9મના સ્થાને હતું