રસોઈમાં સૌથી ચેલેન્જિંગ કામ રોટલી વણવાનું તેને બરાબર શેકવાનું છે અને તે માટે લોટ બરાબર બાંધવો જરૂરી છે
ઘઉંના લોટમાં કેટલું, મોણ, પાણી નાખવું અને તેને મિક્સ કરી લોટ કૂણવવાનું આપણે શિખ્યું છે
...પણ આજના જમાનામાં બધાને ઈન્સ્ટંટ અને મહેનત વિનાની રસોઈ બનાવવામાં રસ છે
તો અમે તમારી માટે ટીપ્સ લઈને આવ્યા છીએ, જે તમને માત્ર એક મિનિટમાં લોટ બાંધવાનું શિખવાડશે
આ માટે પહેલા લોટ બાંધવાના વાસણમાં લોટ લો, તેમાં જરૂર જણાય તો નમક ઉમેરો અને પાણી ઉમેરો
દરેક વસ્તુ પ્રમાણમાં ઉમેરી માત્ર તેને હળવા હાથે મિક્સ કરો અને બધુ ભેગું થઈ જાય એટલે ઢાંકી દો
અડધી કલાક પછી રોટલી બનાવવી હોય ત્યારે તે પાણી કે તેલવાળો હાથ કરી લોટને જરા જેવો કૂણવી દો
આ લોટમાંથી તમે ગરમાગરમ ફુલકા બનાવશો તો એટલી જ મુલાયમ અને હલકી બનશે