મેકઅપને રિમુવ કરવાનું શિખી લો નહીંતર...

પાર્ટી કે સ્પેશિયલ ઓકેઝન્સ પર માત્ર મહિલાઓને નહીં આજકાલ પુરુષો પણ મેક અપ કરતા  થઈ ગયા છે

તમારા ચહેરાને સ્યૂટ થાય તેવો મેક અપ કરતા તો તમે શિખી ગયા હશો, પણ જો તેને રિમુવ બરાબર નહીં કરો તો...

મેક અપ તમારી ત્વચા પર એક લેયરની જેમ ચોંટી જાય છે, આથી જો બરાબર રિમુવ ન થાય તો સ્કીન પોર્સ બંધ થઈ જાય છે

આ બંધ પોર્સ એટલે કે છીદ્રોમાં ગંદકી અને તેલ જમા થવાને કારણે ખીલ થવાની પૂરી સંભાવના છે

 મેક અપ પછી સ્કીન સાફ ન થાય તો ડેડ સ્કીન અને ઓઈલને લીધે  બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ વધે છે

મેક અપના કેમિકલ્સ તમારી સ્કીનને ઓક્સિડાઇઝ્ડ કરી શકે છે અને તમારો ચહેરો નિસ્તેજઅને થાકેલો લાગે છે

મેક અપ તમારી સ્કીનમાં રીંકલ્સ ને ફાઈનલાઈન વધારે છે, જેથી તમે વહેલા વૃદ્ધ દેખાવ છો

આથી મેક અપ ઉતારવા ડબલ ક્લિન્ઝિગ કરો, સ્ટાન્ડર્ડ ઓઈલનો ઉપયોગ કરો અને માઈલ્ડ ફેશવૉશ વાપરો

કોપરેલ, બદામનું તેલ, ગુલાબ જળ અથવા કાકડીનું પાણી રિમુવર તરીકે બેસ્ટ છે, ત્વચાને કોઈ નુકસાન નહીં કરે

 જે મેક અપ બે ઘડી માટે તમારો ચહેરો ચમકાવે, તે હંમેશા માટે ચહેરાનું નૂર લઈ ન લે, તે માટે એક્પર્ટની સલાહ લો

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...