લોખંડી પુરુષ તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની આ પુણ્યતિથી છે. 75 વર્ષની ઉંમરે 15મી ડિસેમ્બર, 1950માં તેમનું મુંબઈમાં દેહાંત થયું

સ્વતંત્રતાના લડવૈયા સાથે તેઓ અખંડ ભારતના નિર્માતા પણ હતા. કરમસદનો આ ગરીબ પરિવારના છોકરોએ દેશના પહેલા નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન બન્યો

તેમની કારકિર્દી અને તેમના વિચાર-આચાર આપણને ઘણું શીખવાડે છે ત્યારે તેમનું વ્યક્તિત્વ આપણને પાંચ મેનેજમેન્ટ લેશન્સ પણ આપે છે.

strategic Vision : દરેક કામ પહેલા યોગ્ય અને બુદ્ધિચાતુર્ય વાપરી આયોજન કરો. અંગ્રેજોને ભગાડવાના હોય કે રજવાડાઓને એક કરવાના હોય, તેમણે સૂઝબૂઝથ કામ લીધું

Ready to Learn: સરદાર હંમેશાં શીખવા માટે તૈયાર રહેતા. તમે પણ જે કામ હાથમાં લો તેને શીખવા અને તેના તમામ પાસા વિશે જાણવાની તૈયારી રાખો

Diversification And Multiplyઃ 550 અલગ અલગ રાજ્યોના રજવાડાને એક કર્યા. અલગપણાને સ્વીકારી તેમાંથી જે શ્રેષ્ઠ નીકળે તે માટે પ્રયત્નો કરવા

ધૈર્યઃ પટેલે આવેગમાં આવી કોઈ કામ કર્યુ હોય તેવું જાણવામાં આવશે નહીં. તેમની આયોજનબદ્ધતા અને નીડરતાએ તેમને ધીરજ આપી હતી

કોઈપણ વ્યક્તિગત કે વ્યાવસાયિક સફળતા માટે આ તમામ ગૂણો હોવા જરૂરી છે. તમે લીડર હો કે કોઈની લીડરશિપમાં કામ કરતા હોવ, મેનેજમેન્ટ બહુ જરૂરી છે.

10. સરદારની આ ખાસિયતો તેમને ઘણા રાજકારણીઓથી અલગ પાડતી હતી. ગુજરાતના આ પનોતા પુત્રને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ