1. ભગવાનના દેરક સ્વરૂપને પૂજવામાં આવે છે. શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપને લડ્ડુ ગોપાલ તરીકે ઓળખવામાં આવે છે.
ઘણા લોકો કૃષ્ણના આ બાળ સ્વરૂપની પૂજા કરે છે અને તેને નાના બાળકની જેમ લાડ લડાવે છે.
વૈષ્ણવ સમુદાયમાં પુષ્ટાવેલા ઠાકોરજીની સેવાના ખાસ નિયમો હોય છે અને શ્રદ્ધાળુઓ તેને ચુસ્તપણે અનુસરે છે.
જો રોજ તમે ભગવાનની પૂજા કરતા હો, તેને નવડાવી ભોગ ચડાવતા હો, તો પછી તમે બહાર જાઓ ત્યારે તેમનું ધ્યાન કોણ રાખે?
આ કારણે કેટલાય એવા ભક્તો છે જે જ્યાં જાય ત્યાં ભગવાનને ખાસ જાપીજીમાં સાથે રાખે છે અને તેમના પૂજાપાઠ કરવાની વ્યવસ્થા કરી લે છે.
...પણ શું લડ્ડુ ગોપાલ કે ઠાકોરજીને આ રીતે તમારી સાથે પ્રવાસમાં લઈ જવા યોગ્ય છે કે નહીં?
આ સવાલના જવાબમાં વૈષ્ણવાચાર્યોનો અલગ અલગ મત છે, આથી સ્પષ્ટ કહેવાનું શક્ય નથી
મોટાભાગના નિષ્ણાતોનું માનવાનું છે કે આ રીતે ભગવાનને વારંવાર ઘરની બહાર લઈ જવા યોગ્ય નથી
આમ કરવાથી ઘરની ઊર્જા અને શુભત્વ પણ બહાર જતું રહે છે અને સ્વચ્છતા સાથે પણ સમાધાન કરવું પડે છે.
ભગવાન સાથેનો ભાવનાત્મક સંબંધ ઓછો થાય છે અને તે માત્ર એક મૂર્તિ બની જાય છે.
જોકે આ તમારી શ્રદ્ધાનો વિષય છે, આથી તમે નક્કી કરો અથવા તમારા પંડિતજીને પૂછો તે વધારે સલાહભર્યું છે.