ક્યૂંકી સાસ...એ તો આ કલાકારોની કારકિર્દીને ચાર ચાંદ લગાવ્યા

ક્યૂંકી સાસ ભી કભી બહુ થીની સિઝન-2ની ચારેબાજુ ચર્ચા છે અને સૌથી વધારે નામ લેવાઈ રહ્યું છે તુલસી એટલે કે સ્મૃતિ ઈરાનીનું

...પણ સ્મૃતિ ઈરાની સિવાય પણ એવા ઘણાય કલાકારોની કારકિર્દીને આ ટીવી સિરિયલે ચાર ચાંદ લગાવી દીધા હતા

તુલસી જેટલો જ ફેમસ થયો મિહિર. આ પાત્ર આપણા ગુજરાતી કલાકાર અમર ઉપાધ્યાયએ ભજવ્યું હતું

મિહિરની લોકપ્રિયતા એટલી હતી કે સિરિયલમાં તેના મોત બાદ નિર્માત્રી એકતા કપૂરે તેને ફરી જીવતો બતાવવો પડ્યો હતો

ગુજરાતી કલાકાર અપરા મહેતાને પણ આ સિરિયલે ખાસ ઓળખ આપી. તુલસીની સાસુ સાવિત્રીનો રોલ તેણે કર્યો હતો

થોકબંધ મેક-અપ સાથે જાજરમાન લાગતી સાવિત્રીની ટિપિકલ સાસુની ભૂમિકા આજે પણ યાદ છે

અરરરર, હમારે જૂનાગઢ મે તો..ડાયલૉગ બોલતી અભિનેત્રી કેતકી દવે દક્ષા વિરાણી તરીકે ઘરે ઘરમાં ફેમસ થઈ હતી

તુલસીની સૌતન બનવા આવેલી અને પછી સહેલી બની ગયેલી પાયલ એટલે જયા ભટ્ટચાર્ય પણ લોકોને યાદ છે

આવી જ રીતે મિહિરની બીજી પત્ની તરીકે આવેલી મંદિરાનું પાત્ર અભિનેત્રી મંદિરા બેદીએ બખૂબી નિભાવ્યું હતું

 તુલસીના દીકરા તરીકે ગોમઝીના પાત્રમાં સુમીત સચદેવ અને કરણના પાત્રમાં હીતેન તેજવાની ફેમસ થયા હતા

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...