Kamal Haasan વિશે આ જાણો છો

દક્ષિણ અને હિન્દી ફિલ્મોના વર્સટાઈલ એક્ટર કમલ હસન આજે 70 વર્ષના થયા.

તેમની લાઈફ અને કરિયરની ઘણી એવી વાતો છે જે જાણીને તમે રોમાંચ અનુભવશો

ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પહેલી જ ફિલ્મ કાલાતુર કન્નમા માટે તેમને President's Gold Medal મળ્યો હતો.

...પણ પછી તેમના આગળના બે દાંત તૂટી જતા તેમની કરિયર પર અચાનક પૂર્ણવિરામ લાગી ગયું

બેસ્ટ એક્ટર માટે ચાર નેશનલ એવોર્ડ અને પાંચ ભાષાની ફિલ્મો માટે 19 ફિલ્મફેર એવોર્ડ તેમને મળી ચૂક્યા છે. 2000માં તેમણે પોતાને ફિલ્મફેર ન આપવા અને નવી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો.

તેમની નાયકન (1987) ફિલ્મ ટાઈમ મેગેઝિનની 100 ઑલટાઈમ બેસ્ટ ફિલ્મના લિસ્ટમાં છે.

સારા અભિનેતા સાથે સારા સ્ક્રીનપ્લે રાઈટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર છે. તેમની હે રામ, વિરુમંડી અને વિશ્વરૂપમ ખૂબ જ વખાણાયેલી ફિલ્મોમાંની છે.

તે એક માત્ર એવા અભિનેતા છે, જેમની સૌથી વધારે ફિલ્મો ઑસ્કાર માટે ભારત તરફથી મોકલવામાં આવી હોય, જેમાં હે રામનો પણ સમાવેશ થાય છે.

ભારતીય સિનેમાજગતમાં યોગદાન બદલ તેમને પદ્મ શ્રી (1990) અને પદ્મ ભૂષણ (2014)થી નવાઝવામાં આવ્યા છે

તેમને હાવર્ડ યુનિવર્સિટી સહિત વિશ્વના ઘણા મંચ પર આમંત્રિત કરવામાં આવ્યા છે. કમલ ભારતીય સિનેમાના ગ્લોબલ એમ્બેસેડર કહેવાય છે

ફિલ્મોમાં વિષયોની વિવિધતા સાથે મેક અપ અને લૂકની વિવિધતા માટે પણ તે જાણીતા છે. દસાવથારમ ફિલ્મમાં પ્રોસ્થેટીક્સ મેકઅપ દ્વારા તેણે દસ લૂક્સ બદલ્યા છે.

અભિનેતા સાથે તેઓ સમાજસેવા પણ ખૂબ કરે છે અને 2018માં તેમણે રાજકીય પક્ષ પણ બનાવ્યો હતો.