ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ અને અભિનેત્રી આથિયા શેટ્ટી ટૂંક સમયમાં માતા-પિતા બનશે.
આથિયાએ પરિવાર મિત્રો અને ચાહકોને પ્રેગ્નન્સીના ગુડ ન્યુઝ આપ્યા છે.
આથિયા અને રાહુલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સ સાથે નવા મહેમાનના આગમન ની માહિતી શેર કરી હતી.
આથિયાએ પોસ્ટમાં લખ્યું હતું કે 2025માં અમારો સુંદર આશીર્વાદ આ દુનિયામાં આવી રહ્યો છે.
આ સમાચાર સામે આવતા જ પરિવારજનો અને ચાહકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. લોકો કપલને અભિનંદન આપી રહ્યા છે.
હાલમાં જ અભિનેત્રીએ તેના 32મો બર્થ-ડે ઉજવ્યો હતો અને હવે તેણે ખુશીના સમાચાર શેર કર્યા છે.
આ કપલ 2019 માં એક કોમન ફ્રેંડ દ્વારા મળ્યું હતું અને તેમની મિત્રતા શરૂ થઈ હતી.
અભિનેત્રી અને ક્રિકેટર વચ્ચેની મિત્રતાએ ધીરે ધીરે પ્રેમનું રૂપ લીધું હતું.
લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ વર્ષ 2023 માં લગ્ન કરી લીધા હતા.
બંને ખંડાલામાં સુનિલ શેટ્ટીના ફાર્મ હાઉસમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા.
હાલમાં જ સુનિલ શેટ્ટીએ ડાન્સ રિયાલિટી શોમાં હિન્ટ આપી હતી કે આગામી સિઝનમાં તેઓ નાના બનીને આવશે