બોલીવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી હાલમાં પ્રેગ્નન્ટ છે, પણ તેના ક્યુ મેટ ગાલા લૂકે ફેન્સને દિવાના બનાવી દીધા છે

એક્ટ્રેસે રેડ કાર્પેટ પર સુંદર આઉટફિટમાં એકદમ ગ્રેસફૂલી બેબી બંપ ફ્લોન્ટ કર્યું હતું 

કિયારાએ બ્લેક-વ્હાઈટ અને ગોલ્ડ રંગના વેસ્ટર્ન આઉટફિટને પસંદ કર્યો હતો

મેટ ગાલામાં કિયારાનું ડેબ્યુ છે અને તેનો આ પહેલો જ લૂક સોશિયલ મીડિયા પર એકદમ વાઈરલ થઈ રહ્યો છે

કિયારાએ આ ઈવેન્ટ માટે ઈન્ડિયન ડિઝાઈનર દ્વારા ડિઝાઈન કરેલો આઉટફિટ પહેર્યો હતો

આ ફેમસ ફેશન ઈવેન્ટમાં આ સુંદર લૂકમાં બેબી બંપ સાથે વોક કરનારી પહેલી ઈન્ડિયન એક્ટ્રેસ બની ગઈ છે

કિયારાએ બ્લેક કલરના ગાઉન પહેર્યો છે, ક્રિસ્ટલથી સજાવેલો એક એન્ટિક ગોલ્ડ બ્રેસ્ડપ્લેટ હતું

આ સિવાય આ આઉટફિટના ફ્રન્ટને મધર હાર્ટ અને બેબી હાર્ટને એક ચેન સાથે જોડવામાં આવ્યું છે જે મધરહૂડ રિલેશનને દર્શાવે છે

આ ગાઉન સાથે બ્લેક અને વ્હાઈટ બોર્ડરવાળા ટ્રેલને જોડવામાં આવ્યું છે, જેણે કિયારાને લૂકને બાર્બી લૂક બનાવ્યો છે

મેકઅપ અને હેરસ્ટાઈલે કિયારા અડવાણીની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા હતા