મોબાઈલ ફોન એ આજના જીવનનો મહત્વનો હિસ્સો બની ગયા છે, અને મોબાઈલ વિના તો એક મિનિટ પણ ચાલતું નથી
રાતના સમયે પણ આપણે મોબાઈલથી દૂર રહી શકતા નથી, મોડે સુધી રીલ્સ જોવી કે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવું
મોટા ભાગના લોકોને આદત હોય છે કે રાતે ઊંઘતી વખતે મોબાઈલ મચડવાની અને બાદમાં એ ફોન માથા નીચે મૂકીને સૂઈ જવાનું
પરંતુ શું તમને ખબર છે કે ઊંઘતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ જોખમી સાબિત થાય છે?
એટલું જ નહીં પણ ફોન માથાની નીચે કે બાજુમાં રાખીને ઊંઘવું એ પણ નુકસાનકારક છે?
ચાલો આજે એ વિશે જાણીએ અને એ પણ જાણીએ કે આખરે રાતે ઊંઘતી વખતે ફોન કેટલો દૂર રાખવો જોઈએ
ફોનમાં રેડિયો ફ્રિક્વન્સી ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશન નીકળે છે એ વાત તો આપણે જાણીએ છીએ, જે આપણા બ્રેન માટે હાનિકારક છે
એવામાં જો રાતે કલાકો સુધી ઊંઘતી વખતે ફોન આપણા માથા નજીક રહે છે તો તેનાથી કેટલું નુકસાન થતું હશે? એ વિચારો
નિષ્ણાતોના મતે રાતે ઊંઘતી વખતે સ્માર્ટ ફોન અને તમારી વચ્ચે ઓછામાં ઓછું ત્રણ ફૂટનું અંતર હોવું જ જોઈએ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ માથા નજીક ફોન મૂકીને ઊંઘવાથી થતાં નુકસાન વિશે જણાવ્યું છે
રાતે ઊંઘતી વખતે તમે તમારા ફોનને દૂર કોઈ ટેબલ પર કે બીજા રૂમમાં રાખી શકો છો
તો સમજી ગયા ને? ફોનને પાસે મૂકીને ઊંઘવું તમારા આરોગ્ય માટે બિલકુલ સારું નથી.
એટલે આજથી રાતે ઊંઘતી વખતે ફોનને તમારાથી દૂર મૂકીને ઊંઘજો... હં ને?
આવી જ બીજી કામની ઈન્ફોર્મેશન જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...