મનગમતો વરસાદ ઘણી ચેલેન્જ પણ સાથે લઈને આવે છે. વરસાદમાં ત્વચા અને વાળ ખાસ દરકાર માગે છે
ચારેક મહિના ચોમાસાની ઋતુમાં વાળને વરસાદી પાણીથી બચાવવા શક્ય નથી, તો આ ટીપ્સ તમારા વાળને પ્રોટેક્ટ કરશે
વરસાદમાં સ્કેલ્પને ડ્રાય રાખવો જરૂરી છે, પણ સાથે વાળ સુંવાળા રહે, ડેન્ડ્રફ ન થાય અને હેરક્વૉલિટી બગડે નહીં તે માટે અજમાવો આ બે ટીપ્સ
બે ટેબલસ્પૂન મેથીના દાણા રાત્રે પલાળી દેવાના છે અને સવારે તેની પેસ્ટ બનાવી તેમાં એક ટેબલસ્પૂન યોગર્ટ ઉમેરવાનો છે
આ પેસ્ટને વાળમાં લગાવી 30 મિનિટ રાખી, વાળ ધોવાના છે અને પછી તેને એકદમ સૂકાવવાના છે
અથવા બે ટેબલસ્પૂન કોકોનટ ઓઈલ લઈ તેને ગરમ કરો. થોડું ઠંડુ પડે ત્યારે તેમાં એક ટેબલસ્પૂન લીંબુનો રસ નાખો
હુંફાળા તેલથી વાળને મસાજ કરો અને તેને 30થી 40 મિનિટ રાખ્યા બાદ ઠંડા અથવા હુંફાળા પાણીથી ધોઈ લો
ચોમાસામાં વાળ લાંબો સમય સુધી ભીના ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું અને વાળને હેરડ્રાયરથી ડ્રાય ન કરવા
આ ઘરગથ્થુ ટીપ્સ છે, તેથી નુકસાન થવાનો ભય નથી, છતાં તમારા બ્યુટી એક્સપર્ટને પૂછી પ્રયોગ કરશો.