સાયબર ફ્રોડથી બચવા આટલું ધ્યાનમાં રાખો!

કોઇ પણ બેંક મેનેજર ATM બંધ થવા સંબંધે ક્યારેય ફોન કરતા જ નથી.

કોઇ બેંક કે એટીએમ સંબંધે અજાણ્યા ફોન આવે ત્યારે કોઇને વિગત આપવી નહી.

મોબાઇલ ઇનબોક્ષમાં પૈસા જમા કે કપાતનો કોઇ ફ્રોડ મેસેજ આવે તો બેંક સિવાય ક્યાંય ખરાઇ કરવી નહી. 

કૌન બનેગા કરોડપતિ કે અન્ય કોઇ લોટરીના નામે ક્યારેય પૈસા ભરવા નહી

અજાણ્યા ફોન દ્વારા આધારકાર્ડ અપડેટ કે મોબાઇલ સીમકાર્ડ વેરીફીકેશન કરવાના બહાને કોઇ માહિતી શેર કરવી નહી.

ઓછા વ્યાજદરની લોન કે લોભામણી જાહેરાત માટે ક્યારેય કોઇ લીંકમાં પર્સનલ માહિતી સબમીટ કરવી નહી.

નોકરી આપવાની જાહેરાત માટે કોઇ વેબસાઇટમાં બાયોડેટા કે બેંક ડીટેલ સબમીટ કરવી નહી.

ગુગલમાં ક્યારેય ગુગલ-પે, ફોન-પે, પેટીએમ કે અન્ય એપ્લીકેશનના કસ્ટમર કેર નંબર સર્ચ કરવા નહી

મોબાઇલ ટાવરના બહાને ફેક લેટરપેડ મોકલી ખોટી લાલચ આપતી ટોળકીથી સાવધ રહો

ફેસબુક, જી-મેઇલ જેવા સોશ્યલ મીડિયામાં એકાઉન્ટ સેટીંગ અને પાસવર્ડ સ્ટ્રોન્ગ રાખો

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...