ધર્મ, આર્યુવેદ કે તબીબી વિજ્ઞાનમાં ઉપવાસને જરૂરી બતાવ્યો છે. દર અઠવાડિયે અથવા પખવાડિયે એક ઉપવાસ શરીર માટે જરૂરી છે
આ સાથે ઉપવાસના દિવસે ફરાળના નામે વિવિધ વ્યંજનો ન ખાતા, માત્ર પ્રવાહી અને ફળ પર જ રહેવું પણ એટલું જરૂરી છે
પણ આના કરતા પણ વિશેષ તમારે ઉપવાસ કર્યો છે તે દિવસ પહેલા અને પછી પણ ખાવાપીવાની પરેજી પાળવાની છે, તો ચાલો જાણીએ
ઉપવાસ છોડ્યા બાદ પેટ ભરીને ન ખવાનું નથી, પરંતુ પ્રવાહી, મગનું પાણી વગેરે લઈ ધીમે ધીમે ભૂખ સંતોષવાની છે
ઉપવાસ બાદ ખાવ પર તૂટી પડવાથી પાચનતંત્ર પર ભાર પડે છે અને ફાયદો થવાને બદલ નુકસાન થાય છે
જેમને કફ, શરદી ઉધરસ, પિત્ત, પાચનસંબંધી સમસ્યા હોય તેમણે અચૂક ઉપવાસ કરવો જોઈએ, તેમની માટે આ દવાનું કામ કરશે