Nail extension કરાવ્યા બાદ ધ્યાનમાં રાખો કે...
નખ લાંબા દેખાય અને તેના પર અવનવી ડિઝાઈન કર્યા બાદ જો અમુક બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો તે ટકતા નથી
નેલ પેઈન્ટ અને એક્સટેન્શન પાછળ જો તમે ખર્ચ કર્યો હોય તો આ ટીપ્સ જાણી લો, જેથી લાંબો સમય સ્ટાઈલમાં રહી શકો
નેલ આર્ટ કરાવ્યા બાદ તમારે નિયમિતપણે હાથ પર તેલ કે મોસ્ચોરાઈઝર દ્વારા માલિશ કરવી જરૂરી છે
જ્યારે પણ વાસણ, કપડા ધોવાનું કે પાણી સાથેનું કામ કરો ત્યારે ગ્લોવ્સ પહેરવાનું રાખો, જેથી એક્સટેન્શન લાંબુ ટકે
લાંબો સમય હાથ પાણીમાં ન રહે તેનું પણ ધ્યાન રાખો, જેથી એકસ્ટેન્શનનો ગ્લુ હટે નહીં
જો લાંબો સમય એક્સટેન્શન ટકાવવા માગતા હો તો નખના ટૉપ પર સારી ક્વોલિટીની જેલ લગાવો
નેલ આર્ટ કરાવ્યા બાદ કિચનમાં આગ પાસે લાંબો સમય નખ ન રહે તેનું ધ્યાન રાખો, નહીં તો એક્સટેન્શન બહાર આવી જશે
નેલ એક્સટેન્શનવાળા નખ નાજૂક હોય છે આથી વજન ઉપાડો ત્યારે પણ ધ્યાન રાખો, તેના પર કંઈક વજનદાર આવ્યું તો નીકળી આવશે
લગ્ન કે રિસેપ્શન કે પાર્ટીમાં નેલ આર્ટથી તમારા હાથને નવો લૂક મળે છે, પણ તે ટકી રહે તે માટે એક્સપર્ટની સલાહ લો તે જરૂરી છે.