ચારધામમાંથી એક એવું કેદારનાથ છેલ્લાં કેટલાક સમયથી ખૂબ જ ચર્ચામાં છે અને એનું કારણ છે ત્યાં શરૂ કરવામાં આવનાર રોપ-વે
આ રોપવે-ને કારણે કલાકોની ચઢાઈ યાત્રાળુઓ મિનિટોમાં પૂરી કરી દેશે અને કેદારનાથના દર્શન કરી શકશે
પરંતુ આ રોપ-વે ક્યારથી શરૂ થશે અને કેવો હશે એની તમામ ડિટેઈલ્સ જાણી લો અહીં-
મહાભારતના સમયમાં ભગવાન શિવે પાંડવોને બેલ સ્વરૂપે કેદાર નામની જગ્યા પર દર્શન આપ્યા હતા
કેદારનાથનો સમાવેશ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાં કરવામાં આવે છે, જે ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિસ્સામાં આવેલું છે
આ મંદિરની ઊંચાઈ સમુદ્ર સ્તરથી 3,584 મીટરની ઉંચાઈ પર આવેલું છે અને તે મંદાકિની નદીની નજીક આવેલું છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં કેદારનાથ રોપ-વેનો સમાવેશ થાય છે, જેનો શિલાન્યાસ 21મી ઓક્ટોબર, 2022માં કરાયો હતો
એવું કહેવાઈ રહ્યું છે કે 19મી માર્ચ સુધી રોપ-વેનું કન્સ્ટ્રક્શન ટેન્ડર પ્રોસેસ પૂરી થશે
ટેન્ડર પ્રોસેસ પૂરી થતાં જ તેનું કામ શરૂ કરવામાં આવશે અને 1-1 વર્ષમાં રોપ-વે બનીને તૈયાર થઈ જશે
બસ પછી શ્રદ્ધાળુઓ કલાકોની ચઢાઈ મિનિટોમાં સરળતાથી પૂરી કરી શકશે અને સરળતાથી બાબાના દર્શન કરી શકશે