કરિના કપૂર સહિત આખો કપૂર ખાનદાન હાલમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યો હતો
આ ખાસ મુલાકાતના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યા છે
પરંતુ સૌથી વધુ લાઈમ લાઈટ કોઈએ લૂંટી હોય તો તે છે કરિના કપૂરના લાલ સૂટે...
આજે અમે અહીં તમને આ સુંદર દેખાતા લાલ સૂટની ખાસિયત અને કિંમત વિશે જણાવવા જઈ રહ્યા છીએ...
સૌથી પહેલાં તો તમને જણાવી દેવાનું કે જોઈને ભલે ન ખબર પડે પણ એક રિપોર્ટમાં કરાયેલા દાવા અનુસાર આ પેઈન્ટેડ છે
કરિના કપૂરનો આ રેડ કલરનો ડ્રેસ ફ્લોરલ પ્રિન્ટવાળો છે એટલે પણ ખૂબ જ બ્યુટીફુલ લાગી રહ્યો છે
હવે વાત કરીએ કરિનાએ પહેરેલા આ રેડ કલરના સૂટની કિંમત વિશે
એક ઓનલાઈન સાઈટ પર કરવામાં આવેલા દાવા અનુસાર આ ડ્રેસની કિંમત 35,000 રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે
કરિના કપૂર આ લાલ કલરના ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે એમાં કોઈ શંકા જ નથી
આ સમયે કરિના કપૂર સાથે પતિ સૈફ અલી ખાન પણ હાજર રહ્યો હતો