શાકમાં તેલ વધારે પડી ગયું છે? તો આ ટ્રીક્સ અજમાવો
થાળીમાં આવેલી વાનગીઓ ખાવી જેટલી સહેલી છે, બનાવવી તેટલી જ અઘરી છે
રસોઈ બનાવતી વખતે થઈ જતી નાની-અમથી ભૂલ ઘણીવાર ભોજનનો સ્વાદ અને મજા બગાડે છે
ઘણા ઘરોમાં શાકમાં તેલ વધારે પડી જાય તો આગ લાગી જાય છે, તો ચાલો તમને અમુક ટ્રીક્સ બતાવીએ
શાક ચડી ગયા બાદ જો તેલ ઉપર તરતું દેખાય તો તે શાકને ઠંડુ કરી ફ્રિજમાં મૂકી દો
ફ્રિજમાં તે તેલ ઠંડુ થઈ ઘટ્ટ થઈ જશે અને તેને ઉપરથી બહાર કાઢવું આસાન બની રહેશે
તમે એક વાટકીમાં થોડી આઈસ ક્યૂબ નાખી તેને શાકના વાસણમાં મૂકી દો
ઠંડકથી તેલ વાટકી આસપાસ ચોંટશે અને ઘટ્ટ થઈ જતા તે તમે બહાર કાઢી શકશો.
આ સિવાય તમે થોડો ઘઉંનો લોટ અથવા બ્રેડના ટૂંકડા શાકમાં નાખી દેશો તો પણ ચાલશે
આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...
આવીજ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો