સૂર્યદેવે પ્રકોપ શરૂ કર્યો છે અને આકરો તાપ અને અકળાવનારી ગરમી જનજીવન પર ભારે અસર કરી રહી છે
વૃક્ષો અને જંગલોનો નાશ, પ્રદુષણ અને ગીચ વસ્તીને લીધે દેશના તમામ નાના-મોટા શહેરોમાં દિવસરાત એર કન્ડીશન વાપરવાની જરૂર પડે છે
ત્યારે સવાલ એ થતો હોય છે કે ઘાસવાળા પેડ ( Grass pad) વધારે કુલિંગ આપે છે કે હનીકોમ્બ પેડ (Honeycomb pad)? તો અમને તમારી આ મથામણનો ઉકેલ અમે લઈને આવ્યા છીએ
નાળિયેરના રેશા કે સાવ જ બારીક એવા લાકડાના તાંતણાથી બનેલા ઘાસના પેડ પાણી જલદીથી ચૂસે છે અને કુલિંગ પણ ઝડપથી કરે છે
પણ તે જલદીથી ખરાબ થાય, દર વર્ષે બદલવા પડે અને સફાઈ ન થાય તો વાંસ મારવા લાગે છે
મધમાખીના જાળા જેવા હનીકોમ્બ પેડ વધારે ટકાઉ હોય છે અને તેને 2-3 વર્ષે એકાદ વાર બદલવાની જરૂર પડે છે
હનીકોમ્બ પાણી ઓછું ચૂસે છે અને લાંબો સમય સુધી ઠંડી હવા બહાર ફેંકે છે. આ સાથે વીજળી પણ પ્રમાણમાં ઓછી વાપરે છે
હનીકોમ્બ પેડને સાફ કરવા આસાન છે. ઘાસના પેડ સારી સુગંધ આપે છે અને વાસ પણ મારે છે. હનીકોમ્બમાં આ બન્ને નથી
હનીકોમ્બ અલગ અલગ ઑપ્શનના મળે છે, પરંતુ મોંઘા હોય છે જ્યારે તેના પ્રમાણમાં ઘાસના પેડ સસ્તા પડે છે
હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે સસ્તું ઑપ્શન જોઈએ છે કે પછી ટકાઉ. પણ હા નક્કી કરતા પહેલા એક્સપર્ટની સલાહ ચોક્કસ લેજો