IPL-2025નો મેગા ઓક્શન 24મી અને 25મી નવેમ્બરના સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થશે
મેગા ઓક્શનમાં 574 ખેલાડીઓની બોલી લાગશે, પણ વધુમાં વધુ 204 ખેલાડીઓ જ વેચાશે
પણ શું તમને ખબર છે આ વખતે મેગા ઓક્શનમાં ખેલાડીઓની બોલી (ઓક્શનર) લગાવનાર મલ્લિકા સાગર કોણ છે?
મલ્લિકા સાગર ગયા વખતની ઓક્શનમાં પણ ઓક્શનર હતી તે આર્ટની દુનિયાનો એક જાણીતો ચહેરો છે
મલ્લિકા અનેક આર્ટ ઓક્શન કંડક્ટ કરી ચૂકી છે અને તેણે ફિલાડેલ્ફિયાની બ્રાયન માવર કોલેજમાંથી આર્ટ્સનો અભ્યાસ કર્યો છે
2001માં મલ્લિકાએ 26 વર્ષની ઉંમરે જ ઓક્શન કંપની ક્રિસ્ટીઝમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી
આ સાથે જ મલ્લિકા સાગર ક્રિસ્ટીઝની પહેલી ભારતીય નીલામીકર્તા બની ગઈ હતી
મલ્લિકા પાસે ઓક્શનર તરીકેનો 25 વર્ષ કરતાં વધારેનો અનુભવ છે
આ સિવાય મલ્લિકા મહિલા પ્રીમિયર લીગમાં પણ ઓક્શનર રહી ચૂકી છે અને પ્રો-કબડ્ડી લીગની લીલામીમાં પણ ભાગ લઈ ચૂકી છે
તમારી જાણ માટે કે આઈપીએલની શરૂઆતમાં દસ વર્ષમાં રિચર્ડ મેડલી ઓક્શનર હતા, ત્યાર બાદ હ્યુજ એડમીડ્સે ઓક્શનરની ભૂમિકા ભજવી હતી